Namaskar

DD NEWS

.

ZEE NEWS

.

Wednesday, August 19, 2015

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા ‘રઘુવંશી રમતોત્‍સવ-૨૦૧૫'નું આયોજન inf.by Ashok Hindocha M-94262 54999

અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા ‘રઘુવંશી રમતોત્‍સવ-૨૦૧૫'નું આયોજન

inf.by Ashok Hindocha M-94262 54999
રાજકોટ : અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખશ્રી ઉમંગભાઇ ઠક્કર, વરિષ્‍ઠ ઉપપ્રમુખશ્રી ધનવાનભાઇ કોટક, દિવ્‍યેશભાઇ રાજદેવ તેમજ મહામંત્રીઓ ભગવાનભાઇ ઠક્કર બંધુ, મુકેશભાઇ ઠક્કર અને તમામ સાથી હોદેદારો દ્વારા અખિલ ગુજરાત લોહાણા સમાજના સંગઠનને મજબૂત કરવાના ધ્‍યેય સાથે સમયાંતરે વિવિધ રચનાત્‍મક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. જેના માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. રમત- ગમત સમિતિના અધ્‍યક્ષશ્રી અશોકભાઇ ગઢીયા તથા મંત્રીશ્રી અતુલભાઇ પાવાગઢીના માર્ગદર્શન હેઠળ દિવાળી વેકેશન-૨૦૧૫ દરમ્‍યાન રાજ્‍યકક્ષાના રમોત્‍સવનું આયોજન કરવામાં આવનાર છે. (સંભવિત તા.૨૨-૧૧-૨૦૧૫ તથા તા.૨૯-૧૧-૨૦૧૫) જેમાં યુવા સમિતી, શિક્ષણ સમિતી તથા છાત્રાલય સમિતિના સંયુક્‍ત ઉપક્રમે આ રમતોત્‍સવ-૨૦૧૫નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ દરમ્‍યાન વ્‍યક્‍તિગત ઇન્‍ડોર સ્‍પર્ધાઓમાં ચેસ, કેરમ, ટેબલ ટેનીસ, તથા બેડમીન્‍ટનનુ આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત ક્રિકેટ, બાસ્‍કેટ બોલ, વોલીબોલ, કબડી જેવી આઉટડોર સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. આઉટડોર સ્‍પર્ધામાં સ્‍થાનીક કક્ષાએ ટીમ બનાવવા જરૂરી છે.

કોઇપણ રમતમાં ભાગ લેવા ઇચ્‍છા ધરાવતા જ્ઞાતિબંધુઓએ એક રમત દીઠ રજીસ્‍ટ્રેશન ફી રૂ. ૧૦૦ જમા કરાવવાના રહેશે. સૌ પ્રથમ આ સ્‍પર્ધાઓ સ્‍થાનિક કક્ષાએ, ત્‍યારબાદ ઝોન કક્ષાએ અને અંતમાં વિદ્યાનગર/અમદાવાદ ખાતે ફાઇનલ રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધા રાખવામાં આવશે. સ્‍થાનીક કક્ષાએ વિજેતા જ્ઞાતિબંધુ/ જ્ઞાતિટીમને ઝોન કક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેવાનો રહેશે અને ઝોન કક્ષાએ જ્ઞાતિબંધુઓએ/ટીમને રાજ્‍ય કક્ષાની ‘ગ્રાન્‍ડ ફિનાલે'મા ભાગ લેવાનો રહેશે. રાજ્‍યકક્ષાએ વિજેતા સ્‍પર્ધકો તથા ટીમને સમગ્ર ગુજરાતના જ્ઞાતિશ્રેષ્‍ઠીઓ તથા જ્ઞાતિબંધુઓની ઉપસ્‍થીતીમાં પુરસ્‍કાર અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવશે. આ તમામ સ્‍પર્ધાઓમાં ઉમંરના બાધ વગર આપણા સમાજના ભાઇઓ તથા બહેનો ભાગ લઇ શકે છે. ભાઇઓ તથા બહેનોને અલગ અલગ સ્‍પર્ધાઓ રમાડવામાં આવશે. સંસ્‍થા દ્વારા સ્‍થાનીક કક્ષાએ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવે તે પહેલા કાર્યાલયનો સંપર્ક કરવાથી, બેનરથી ડિઝાઇન-ઇ-મેઇલથી મોકલી આપવામાં આવશે. જે બેનર ડિઝાઇન મુજબ દરેક સંસ્‍થાઓએ સ્‍પર્ધા દરમ્‍યાન સ્‍થળે લગાડવાનું રહેશે. દરેક રમતના પ્રથમ વિજેતાને ટ્રોફી/એવોર્ડ અર્પણ કરી સન્‍માનીત કરવામાં આવશે. કોઇપણ જ્ઞાતિશ્રેષ્‍ઠી પોતાના પરીવારજનોની સ્‍મૃતીમાં ટ્રોફી માટે સ્‍પોન્‍સરશીપ આપી શકે, જેના માટે કાર્યાલયનો સંપર્ક કરવો. આ રમતોત્‍સવને પારદર્શક બનાવવા માટે દરેક ઝોનમાં કન્‍વીનરશ્રીની નિમણુંક કરવામાં આવશે. જેના માટે આ સમગ્ર આયોજન દરમ્‍યાન સક્રિય રસ લઇ શકે તેવા યુવાનો, તેમજ રમતના જાણકાર હોય તેવા સ્‍પોટસમેન, કોચની પણ અમૂલ્‍ય સેવાનો લાભ લેવાનો હોવાથી કાર્યાલયનો સંપક કરવો. કોઇપણ સ્‍પર્ધક વધારેમાં વધારે એક ઇન્‍ડોર તથા એક આઉટડોર સ્‍પર્ધામાં ભાગ લઇ શકશે. જેની નોંધ લેવી. લોહાણા સમાજના કોઇપણ રમતવીરે રાજ્‍યકક્ષા કે રાષ્‍ટ્રીય કક્ષાએ વિશેષ સિધ્‍ધી પ્રાપ્ત કરી હોય તો ફોર્મમાં તેઓ અવશ્‍ય ઉલ્લેખ કરવો. ફોર્મ સ્‍પર્ધક પાસે ભરાવીને સ્‍થાનીક મહાજનના પ્રમુખ/મંત્રીના સહી સિક્કા કરાવી અખિલ ગુજરાત સમાજના કાર્યાલય ઉપર મોકલી આપવાનું રહેશે. સંપૂર્ણ ભરેલા તથા મહાજનના સહી સિક્કા સાથેના ફોર્મ તા.૩૧-૮ પહેલા કાર્યાલય ઉપર મળી જાય તે જરૂરી છે. ત્‍યારબાદ મળેલા ફોર્મ ધ્‍યાનમાં લેવામાં આવશે ની તેમ અખિલ ગુજરાત લોહાણા સમાજના શ્રી રમેશભાઇ ગઢીયા (પ્રમુખ રમત ગમત સમિતી), શ્રી અતુલભાઇ પાવાગઢી (મંત્રીશ્રી રમત ગમત સમિતી)ની યાદીમાં જણાવાયું છે.

No comments: