Namaskar

DD NEWS

.

ZEE NEWS

.

Monday, February 15, 2016

વિરમગામ તાલુકાના કમીજળા ગામે શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ ................... શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી કન્યાઓ ધરાવતો સમાજ જ પ્રગત્તિ કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી .................. સમાજની સમસ્યાઓ અને વાડાબંધી દૂર કરવા માટે સમાજ મોવડીઓ આગળ આવે : મુખ્યમંત્રીશ્રી .................. રાજ્ય સરકારના પ્રયત્નોથી કન્યા શિક્ષણ અને કન્યા જાતિ પ્રમાણમાં છેલ્લાં દસકામાં નોંધપાત્ર સુધારો થયો છે : મુખ્યમંત્રીશ્રી

વિરમગામ તાલુકાના કમીજળા ગામે શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

...................
શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી  કન્યાઓ ધરાવતો સમાજ  પ્રગત્તિ કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી
..................
સમાજની સમસ્યાઓ અને વાડાબંધી દૂર કરવા માટે  સમાજ મોવડીઓ આગળ આવે  : મુખ્યમંત્રીશ્રી
..................
રાજ્ય સરકારના પ્રયત્નોથી કન્યા શિક્ષણ અને કન્યા જાતિ પ્રમાણમાં
છેલ્લાં દસકામાં નોંધપાત્ર સુધારો થયો છે  : મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે જણાવ્યું છે કેશિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી કન્યાઓ ધરાવતો સમાજ  પ્રગત્તિ કરી શકે છે અને તે સમાજ સંસ્કારી અને સુવાસિત બને છેઉદ્દાત વિચારધારાના પ્રવર્તક રવિભાણ સંપ્રદાયના સદગુરૂ શ્રી ભાણ સાહેબની ૩૧૮મી જન્મજયંતિના અવસરે જાણીતા રામાયણી શ્રી મોરારીબાપુના વ્યાસાસને વિરમગામ તાલુકાના કમીજળા ખાતે યોજાઈ રહેલી રામકથાના બીજા દિવસે શ્રી લોહાણા મહાપરિષદ આયોજીત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે મારા તારાની વાડાબંધી તોડીને  સમાજ એક અને નેક બની શકે છે અને રાજ્ય તથા રાષ્ટ્રના વિકાસમાં સંવાહક બને છેસમાજ મોવડીઓ  માટે આગળ આવેગરીબના ઘર સુધી રોટલો પહોંચે તે માટે સમાજ શ્રેષ્ઠીઓ કર્મશીલ બને તે માટે મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક અનુરોધ કર્યો હતો.

    મુખ્યમંત્રીશ્રીએ કન્યા કેળવણી અને કન્યા તંદુરસ્તી માટે સમાજમાં જાગૃત્તિ ફેલાવવા અને સમાજને સંવર્ધિત કરવા માટે આહવાન કરતા જણાવ્યું હતુ કેકન્યા કેળવણી અભિયાનના કારણે વર્ષ ૨૦૦૧માં કન્યા શિક્ષણનું પ્રમાણ ૫૮ ટકા હતુ તે વર્ષ ૨૦૧૧માં ૭૪ ટકા થયુ છેકન્યા જાતિ પ્રમાણ કે જે વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતુ તે વધીને ૨૦૧૧માં ૯૦૪ થયુ છેરાજ્યમાં ૫૬ લાખ બહેનોની આરોગ્ય તપાસણી થઈ છે અને તેમાં કેન્સરગ્રસ્ત જણાયેલ બહેનોને નજીકની સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે તેમ તેઓએ ઉમેર્યુ હતુરઘુવંશી સમાજ દ્વારા કન્યા કેળવણી માટે અપાયેલા રૂ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીએ સ્વીકાર્યો હતોલોહાણા યુવા સમાજ દ્વારા ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં લોહીની જરૂરિયાત માટે રક્તદાતા ઉપલબ્ધ બને તે માટેની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે તેની મુખ્યમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતીલોહાણા સમાજ દ્વારા આગામી સમયમાં અંબાજી ખાતે શરૂ કરવામાં આવનાર હોસ્પિટલના પ્રકલ્પ માટે તેઓએ અભિનંદન આપ્યા હતાપ્રખર રામાયણી શ્રી મોરારી બાપુ તથા ભાણ સાહેબની ગુરૂ ગાદીના મહંત શ્રી જાનકીદાસ બાપુએ  પ્રસંગે આર્શીવચન પાઠવ્યા હતાલોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોટકે સ્વાગત પ્રવચન કર્યું હતુરઘુવંશી સમાજનો ઈતિહાસ અને વિકાસ ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતીલોહાણા સમાજના વિદેશ વિભાગમાં નિયુક્ત ઉપપ્રમુખોને મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નિમણૂંકપત્રો આપવામાં આવ્યા હતા.   પ્રસંગે ધારાસભ્યોસર્વશ્રી નિમાબહેન આચાર્ય-મહેન્દ્રભાઈ મશરૂપૂર્વ ધારાસભ્યો કમાભાઈ રાઠોડ અને શ્રી પ્રાગજીભાઈ પટેલઅમદાવાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલજીલ્લા કલેકટર શ્રી રાજકુમાર બેનિવાલપ્રાંત અધિકારી શ્રી કે.વી.ભાલોડિયા તથા સંતો મહંતો અને લોહાણા સમાજના દેશ-વિદેશથી પધારેલા આગેવાનો તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

No comments: