Monday, February 8, 2016

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે કાશ્‍મીરાબેન નથવાણીની સર્વાનુમતે વરણી-inf. By Ashok Hindocha M-94262 54999

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે
કાશ્‍મીરાબેન નથવાણીની સર્વાનુમતે વરણી

રાજકોટ, તા. ૮ : રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદે યુવા, શિક્ષીત, સેવાભાવી મહિલાશ્રેષ્‍ઠી શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. સમગ્ર લોહાણા સમાજમાં હર્ષોલ્લાસ છવાયો છે. જુનાગઢ ખાતે સમગ્ર સૌરાષ્‍ટ્રના મહાજનોની હાજરીમાં શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. રાજકોટ લોહાણા મહાપરીષદના પ્રથમ મહિલા પ્રમુખ બનતા કાશ્‍મીરાબેનને શ્રી લોહાણા મહાપરીષદના તમામ સભ્‍યો તેમજ લોહાણા સમાજ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવાઇ હતી. પદગ્રહણ કર્યા બાદ કાશ્‍મીરાબેને પૂ. હરીચરણદાસજી બાપુના પણ આશીર્વાદ લીધા હતા. મેડિકલ, શૈક્ષણિક, સામાજીક, સેવાકીય, ધાર્મિક સહિતના ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્‍ઠ યોગદાન આપવા અને સ્‍વ. જેન્‍તીભાઇ કુંડલીયા, સ્‍વ. ભગવાનજીભાઇ નથવાણી, ડો. હર્ષદભાઇ ખખ્‍ખર અને વીણાબેન પાંધીએ કરેલા યશસ્‍વી કાર્યોને આગળ વધારવા આહવાન કર્યુ હતું. જાહેરજીવનના વરીષ્‍ઠ અગ્રણી સ્‍વ. ચીમનભાઇ શુકલના દિકરી તેમજ પીઢ સ્‍વાતંત્રસેનાની સ્‍વ. વાલજીભાઇ નથવાણીના પુત્રવધુ તથા યુવા વેપારી બકુલભાઇ નથવાણીના ધર્મપત્‍ની શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી છે. તેઓની વરણીનો ઠરાવ શ્રી લોહાણા મહાપરીષદના વરીષ્‍ઠ ટ્રસ્‍ટી સુશ્રી વીણાબેન પાંધીએ મુકેલો હતો. જેઓને પૂર્વ મેયર જનકભાઇ કોટક અને કેળવણીકાર નવીનભાઇ ઠક્કરે સમર્થન આપતા તેમજ મહાજનની સમિતિએ સર્વાનુમતે કાશ્‍મીરાબેનની વરણી કરેલ હતી.

આ પ્રસંગે શ્રીમતિ નથવાણીએ જણાવ્‍યું હતું કે લોહાણા મહાજનના પ્રમુખ તરીકે મને જે સ્‍થાન અપાયુ છે, જવાબદારી સોંપી છે તે બદલ હું સમાજની આભારી છું. ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સાથે મને ઘણા વર્ષો સુધી વિવિધ હોદા પર રહી કાર્ય કરવાની જે તક મળી છે તે બાબતે હું તેમની ખાસ ઋણી રહીશ. સ્‍વ. જયંતિભાઇ કુંડલીયાના કાર્યકાળ દરમિયાન માનદમંત્રી ડો. હર્ષદભાઇ ખખ્‍ખર સાથે વર્ષો સુધી કાર્ય કરતાં વહીવટી બાબતો વ્‍યવહારો, કુશળતાપૂર્વક પ્રશ્નો ઉકેલવાની કાર્યપધ્‍ધતી મને શીખવા મળી બાદ ડો. ખખ્‍ખરે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખપદ સંભાળ્‍યુ ત્‍યારે મને કારોબારી પ્રમુખ તરીકેની જવાબદારી આપી ત્‍યારે સૌથી વિશેષ સમય તેઓની સાથે કામ કરવાની તક મળી. સાંગણવા ચોક, કરણપરા, કાલાવડ રોડ તેમજ બે હોલ જંકશન પ્‍લોટ અને વાણીયાવાડી વિસ્‍તારના કુંડલીયા હોલ મહાજન સંલગ્ન એવી રઘુવંશી સમાજની સંસ્‍થાઓ સાથેનો સંપર્ક વ્‍યવહાર આ ઉપરાંત હરીદ્વાર, શ્રીનાથજી, દ્વારકાના અતિથિગૃહનું સંચાલન, સંકલન સંભાળવું. હાલ જે નવી જવાબદારી મને સોંપવામાં આવી છે તે શ્રધ્‍ધાપૂર્વક, વફાદારીથી નિભાવીશ તેમ અંતમાં જણાવ્‍યું હતું. શ્રીમતિ કાશ્‍મીરાબેન નથવાણી (મો. ૯૮૯૮૨ ૨૦૧૨૦) ને પ્રવિણભાઇ કોટક, ઉમંગભાઇ ઠક્કર, યોગેશભાઇ લાખાણી, પરેશભાઇ ભુપતાણી, હિમાંશુભાઇ ઠક્કર, પીયુષભાઇ ગડ્ડા, મીતલભાઇ ખેતાણી, નીતિનભાઇ રાયચુરા, સુરેશભાઇ ચંદારાણા, યોગેશભાઇ પૂજારા, શૈલેષભાઇ પૂજારા, હસુભાઇ ભગદેવ, ભરતભાઇ રેલીયા વિ. એ શુભેચ્‍છા પાઠવી હતી.


લોહાણા મહાપરીષદ દ્વારા કાશ્‍મીરાબેન નથવાણીનું અભિવાદન

રાજકોટઃ સમસ્‍ત વિશ્વના ૨૫ લાખ રઘુવંશીઓનું પ્રતિનિધીત્‍વ કરતી માતૃસંસ્‍થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા રાજકોટ લોહાણા મહાજનના નવનિયુક્‍ત, યુવા પ્રમુખ અને સમગ્ર વિશ્વના મહાજનના ઇતિહાસમાં પ્રથમવાર મહિલા પ્રમુખ બનેલા અને સર્વાનુમતે નિમણુંક પામેલા શ્રી લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણીનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે પ્રવિણભાઇ કોટકે પૂર્વ પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્‍ખર, સુશ્રી વિણાબેન પાંધીના સતત માર્ગદર્શન બદલ અંતરનો રાજીપો વ્‍યક્‍ત ર્ક્‍યો હતો તથા શ્રી લોહાણા મહાપરીષદની સમગ્ર વૈશ્વીક ટીમ વતી રાજકોટ લોહાણા મહાજનની સમગ્ર ટીમને અભિનંદન આપ્‍યા હતાં. ડો. હર્ષદભાઇ ખખ્‍ખરે રઘુકૂળ ભામાશા પૂ. જયંતીભાઇ કુંડલીયાનું બહેનોને જાહેર જીવન તથા જ્ઞાતિમાં સક્રિય કરવાનું સ્‍વપ્‍ન આજે સાર્થક થયું તેમ જણાવ્‍યું હતું. આ તબક્કે શ્રી લોહાણા મહાપરીષદના યુવા મંત્રી શ્રી હિમાંશુભાઇ ઠક્કર, સંયુક્‍ત મંત્રી મિતલ ખેતાણી, રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ (સંગઠન) નિતીનભાઇ રાયચૂરા, ડો. રમેશભાઇ ભાયાણી, સૌરાષ્‍ટ્ર વિભાગના સુરેશભાઇ ચંદારાણા, યોગેશભાઇ પુજારા, શૈલેષભાઇ ગણાત્રા, હસુભાઇ ભગદે, અશોકભાઇ હિંડોચા, ભરતભાઇ રેલીયા, રમેશભાઇ ઠક્કર,  નિતીનભાઇ નથવાણી, ઉમેશભાઇ નંદાણી, ડાયાલાલભાઇ કેસરીયા, ડો. પરાગ દેવાણી, મિતેશ રૂપારેલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં. આ તબક્કે ઉલ્લેખનીય છે કે રાજકોટ લોહાણા મહાજનના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી કાશ્‍મીરાબેન નથવાણી માતૃસંસ્‍થા લોહાણા મહાપરીષદમાં સંયુક્‍ત મંત્રી તરીકેની જવાબદારી પણ સફળતાપૂર્વક વહન કરી રહ્યાં છે. (Courtesy : Akila Daily)

No comments: