Wednesday, July 20, 2016

પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ,ગુજરાત રાજય તા.૨૦-૭-૨૦૧૬ ઊનાના મોટાસમઢિયાળા ગામે રૂબરૂ જઇ દલિત પીડિતોને ન્યાય અપાવવાની પ્રતિબધ્ધતા દર્શાવતા મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલ



પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ,ગુજરાત રાજય
તા.૨૦-૭-૨૦૧૬
ઊનાના મોટાસમઢિયાળા ગામે
રૂબરૂ જઇ દલિત પીડિતોને ન્યાય અપાવવાની પ્રતિબધ્ધતા દર્શાવતા
મુખ્યમંત્રીશ્રી આનંદીબહેન પટેલ
: મુખ્યમંત્રીશ્રી :
અત્યાચાર આચરનારાઓ સામે કડક પગલાં-સંડોવાયેલા તમામ શખ્સોને સખત સજા થાય તેવી કાર્યવાહી રાજ્ય સરકારે કરી છે.
આ ઘટના રાજકીય જશ લેવાની ઘટના નથી.
અત્યાચારનો ભોગ બનેલા યુવાનો-અસરગ્રસ્ત પરિવારો સાથે રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ઊભી છે.
મકાનો બનાવવા-રિપેર કરાવવા રાજ્ય-કેન્દ્ર સરકારની સહાય અપાશે.
મોટાસમઢિયાળાના તમામ દલિત પરિવારો સહિત ગરીબ ગ્રામજનોને સરકારની કલ્યાણ યોજનાઓના લાભો માટે ર૪ જૂલાઇએ કેમ્પ યોજાશે.
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે ગીર-સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના મોટાસમઢિયાળા ગામે અત્યાચારનો ભોગ બનેલ દલિત પીડિતોને રૂબરૂ મળી તેમના પ્રત્યે સંપૂર્ણ સંવેદના વ્યક્ત કરી હતી.
ગીર-સોમનાથના ઊનામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચારની દુઃખદ ઘટના અંગે અસરગ્રસ્ત પરિવારોની ખબરઅંતર પૂછવા મુખ્યમંત્રીશ્રી બુધવારે સવારે સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી રમણભાઇ વોરા, રાજ્યમંત્રીશ્રી જશાભાઇ બારડ, સંસદીય સચિવશ્રી જેઠાભાઇ સોલંકી અને મુખ્યસચિવશ્રી જી. આર. અલોરીયા તથા વરિષ્ઠ અગ્રણીઓ સાથે ઊના પહોંચ્યા હતા. 
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી આ પીડિત પરિવારોની સાથે છે તેમ જણાવી અત્યાચાર આચરનારા તત્વોને કડકમાં કડક સજા થાય અને પીડિતોને ત્વરિત ન્યાય મળે તે માટે સરકારે તમામ પગલાં લીધા છે અને હજુ વધુ કડક કાર્યવાહી થશે  તેવી પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રીમતી આનંદીબહેને કહ્યું કે દલિત અત્યાચારની આ ઘટના અતિ દુ:ખદ અને સભ્ય સમાજ માટે અશોભનીય છે. માનવતાવિહિન કૃત્યમાં સંડોવાયેલા કસૂરવારોને બક્ષવામાં નહિં આવે.
મુખ્યમંત્રીશ્રીએ દલિત યુવાનો પરના અત્યાચારનો આ બનાવ રાજકીય જશ લેવાનો બનાવ નથી તેમ સ્પષ્ટપણે જણાવતા આ સમાજના પરિવારો, સમગ્ર ગ્રામજનોને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની સહાય ગ્રામજનોને મકાનો બનાવવા કે રિપેરીંગ માટે અપાશે.
મુખ્યમંત્રીશ્રીએ ભોગ બનેલા યુવકોના પરિવારોને સાંત્વના આપતા જણાવ્યું કે આ ધૃણાસ્પદ ઘટના સંદર્ભમાં અત્યાર સુધીમાં ૧૬ વ્યકિતઓની પોલીસે ધરપકડ કરી છે અને ફોન પર ધમકી આપનારા વ્યકિતઓની પણ ઘરપકડ થશે.
મુખ્યમંત્રીશ્રી પીડિત પરિવારોના શ્રી બાલુભાઇ વીરાભાઇ સરવૈયા તેમના પત્ની કુવરબેન અને અન્ય પરિવારજનો પાસેથી બનાવની વિગતોથી વાકેફ થયા હતા. તેમણે પોલીસ પ્રોટેકશનની વ્યવસ્થા પૂરી પાડવા પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ પીડિત પરિવારોએ કરેલ રજૂઆત અંગે મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક અભિગમ દાખવી કલેકટરશ્રી સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સત્વરે ગામમાં સર્વે કરી બાળકોના શિક્ષણ અને આપવા પાત્ર યોજનાઓનો અહેવાલ આપવા સૂચના આપી હતી.
તેમણે ગ્રામજનો સાથે સંવાદ યોજી તેમની પાયાની જરૂરીયાતો ધ્યાને લઇ મોટાસમઢિયાળાના તમામ દલિત પરિવારો ઉપરાંત ગામના અન્ય સમાજના ગરીબ લોકોને પાકા મકાન, માં અમૃતમ યોજનાના કાર્ડ, ગરીબ પરિવારના બાળકોને હોસ્ટેલમાં રહેવાની સાથે ઉચ્ચ શિક્ષણ, બિપીએલ કાર્ડ અને અનાજ વિતરણ, સરકારશ્રી દ્વારા નિદાન, સારવાર અને દવા વિતરણ સાથેના કેમ્પ સહિત તમામ યોજનાઓનો મળવાપાત્ર લાભ આપવા આગામી તા. ર૪ જૂલાઇએ કેમ્પ યોજવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાના અધિકારીઓને બે મહિનામાં લાભાર્થીઓની યાદી તૈયાર કરી તમામ કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના આપી હતી. બે મહિના બાદ ફરી તેઓ આ વિસ્તારની મૂલાકાત લેશે અને સમઢિયાળના ગરીબ પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન માટે સામાજીક સેવાનું દાયિત્વ નિભાવશે તેમ તેમણે ગ્રામજનો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોને મળીને કહ્યું કે, ગરીબીમાંથી બહાર આવવાનો એકમાત્ર માર્ગ શિક્ષણ છે. તેમણે બાળકોને ભણાવવા, અભ્યાસ અધુરો છોડીને ગામમાં રહેતા બાળકો, યુવાનોને શિક્ષણ અપાવવા અને માટે સરકાર જે ઝુંબેશ ચલાવી રહી છે તેની પરિણામલક્ષી કામગીરી માટે અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ દલિત પરિવારની દિકરી હેતલબેન ગોવિંદભાઇ સરવૈયાને એપેંડીક્સનાં ઓપરેશન બાદ પંગુતા આવી ગઇ હોય તેમની તમામ સારવાર નામાંકીત તબીબો પાસે કરાવી ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેમ કહ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મણીબેન રાઠોડ, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પરમાર, અગ્રણીશ્રી માધાભાઇ બોરીચા તેમજ  મુખ્યમંત્રીશ્રીનાં મુખ્ય અગ્રસચિવશ્રી કે. કૈલાશનાથન, વરિષ્ઠ પોલીસ અધિકારીશ્રી શશીકાંત ત્રિવેદી, રેન્જ આઇજી શ્રી બ્રિજેશ ઝા, કલેકટરશ્રી ડો.અજય કુમાર, ડી.ડી.ઓ.શ્રી અશોક કાલરીયા, એસ.પી.શ્રી ચૈાધરી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સારવારગ્રસ્ત
ઉનાના પીડિત દલિતોના ક્ષેમકુશળ પૂછી આશ્વસ્ત કરતા
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
હુમલા અને વ્યથાનો ભોગ બનેલા દલિતોને રાજ્ય સરકાર ત્વરિત ન્યાય અપાવશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પીડિતોને રાજ્ય સરકાર દ્વારા ન્યાય માટે લેવાયેલા      પગલાંથી મુખ્યમંત્રીશ્રીએ જાતે વાકેફ કર્યા
ઉનાની ઘટનાને પગલે થયેલા આંદોલનમાં આંત્યિક  પગલાંનો પ્રયાસ કરનારા, ઘવાયેલા દલિતોની સારવારની પણ જાત માહિતી મેળવી
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે ઉનામાં હુમલા અને વ્યથાનો ભોગ બનેલા સમઢિયાળા ગામના પીડિત દલિતોની રાજકોટ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવારની પ્રત્યક્ષ મૂલાકાત લઇ જાત માહિતી મેળવી હતી અને આ યુવાનોની મુલાકાત કરી તેમના ક્ષેમકુશળ પૂછ્યા હતા.
તેમની સારવારમાં કોઇ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે સિવિલ હોસ્પિટલ તંત્રને તેમણે સૂચના આપી હતી. નિષ્ણાંત તબીબોની પણ મદદ લઇ અદ્યતન સારવાર પૂરી પાડવા તેમણે જણાવ્યું હતું.
આ ઘટનાને પગલે થયેલા આંદોલનમાં ઘવાયેલા, આંત્યિક પગલાંનો પ્રયાસ કરનારા દલિતોને પણ મુખ્યમંત્રીશ્રી રાજકોટ સિવીલ હોસ્પીટલમાં મળ્યા હતા અને તેમની સારવારની જાત માહિતી મેળવી હતી. અત્યાચારનો ભોગ બનેલા પિડિતોને ત્વરિત ન્યાય અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાંની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ સ્વયં પીડિતોને આપી હતી અને રાજ્ય સરકાર હંમેશા દલિતોની પડખે છે, તેની સંવેદના પ્રગટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સર્જીકલ વોર્ડમાં સારવાર હેઠળ રહેલા સમઢિયાળા ગામના અશોકભાઇ બિજલભાઇ સરવૈયા, વશરામભાઇ બાલુભાઇ સરવૈયા, રમેશભાઇ બાલુભાઇ સરવૈયા, બેચરભાઇ ઉકાભાઇ સરવૈયાને મળી તેમની તબિયતની પૃચ્છા કરી હતી અને તેમની સારવાર અંગે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. તદ્દ ઉપરાંત, ઉનાની ઘટનાને પગલે થયેલા આંદોલનમાં આંત્યિક પગલું લેવાના પ્રયાસ કરાનારા અને ઘાયલ થયેલા દલિતોને પણ મળી તેમની સારવાર અંગે માહિતી મેળવી હતી. તત્કાલ સારવાર વિભાગમાં રહેલા આ દલિતોને મુખ્યમંત્રીશ્રીએ આશ્વસ્ત કર્યા હતા.
આ વેળાએ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી રમણભાઇ વોરા, રાજ્ય મંત્રી શ્રી જસાભાઇ બારડ, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મિરાણી, મુખ્ય સચિવ શ્રી જી. આર. આલોરિયા, મુખ્યમંત્રીશ્રી મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન,  પોલીસ કમિશનર શ્રી અનુપમસિંગ ગેહલોત, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
લોધિકા અને પડધરીની પીવાના પાણીની
સુધારેલી પુરવઠા યોજનાને મંજૂરી
રાજકોટ તા. ૨૦ જુલાઇ રાજકોટ જિલ્લાના લોધિકા અને પડધરી તાલુકાના ગામોની પીવાના પાણીની સુધારેલી પુરવઠા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
તાજેતરમાં યોજાયેલી ‘‘વાસ્મો’’ની બેઠકમાં સભ્ય સચિવ અને કાર્યપાલક ઇજનેરશ્રી એચ.ડી.જોધાણીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા, અને ગત બેઠકની કાર્યવાહી નોંધ રજૂ કરી હતી, જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં જિલ્લા કલેકટર  ડો. વિક્રાંત પાંડેએ લોધિકા તાલુકાના દેવગામ પાર્ટ-ટુ ની પીવાના પાણીની સુધારેલી પુરવઠા યોજનાને મંજૂરી આપી હતી. મુળ ૨૭ લાખ ૯૮ હજાર ૨૬૦ રૂ.ની કિંમતની યોજનાની સુધારેલી કિંમત રૂ. ૩૪ લાખ ૧૦ હજાર ૭૧૦ છે. આખા ગામમાં પાણી પુરૂં પાડવા માટેની પાઇપલાઇનના કામને પાણી પુરવઠા બોર્ડ દ્વારા મંજૂરી મળતાં અને પાણીના સ્રોત તરીકે કુવાનો સમાવેશ કરાતાં યોજના સુધારેલી પાણી પુરવઠા યોજના તરીકે મંજૂર કરવામાં આવી છે.
પડધરી તાલુકાના હડમતીયા  ગામના ફાઇનલ હિસાબોને વહીવટી મંજૂરી મળવાથી, ગામના સંપથી અવેડા સુધીની પાઇપલાઇનનું કનેક્શન મળવાથી અને કુવા ઉપર પંપરૂમ બનવાથી મુળ ૧૬ લાખ ૭૯ હજાર ૮૦૦ રૂ.ની કિંમતની અને રૂ. ૧૮ લાખ ૮૦ હજાર ૪૫ ની કિંમતની પીવાના પાણીની સુધારેલી પુરવઠા યોજનાને પણ કલેકટરશ્રીએ મંજૂરી આપી હતી.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વી.એચ. પાઠક, ‘‘વાસ્મો’’ના ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટરશ્રી વાસ્યાંગભાઇ ડાંગર, ઇજનેરો શ્રી પાલા તથા શ્રી સાણી, વિવિધ ગામોના તલાટી-મંત્રીઓ, સંબંધિત સરકારી વિભાગના પ્રતિનિધિઓ, વગેરે ઉપસ્થિત રહયા હતા.
ધોરાજી તાલુકામાં વિકાસના વિવિધ કામો મંજુર કરાયા
રાજકોટ તા. ૨૦ જુલાઇ વિકેન્દ્રીત જીલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ-૨૦૧૬-૧૭ અન્વયે જીલ્લા આયોજન મંડળ ધ્વારા વિવિધ કામો મંજુર કરવામાં આવેલ જે પૈકી ધોરાજી તાલુકામાં  ૧૫ % વિવેકાધીન જોગવાઇ હેઠળ ભાદાજાળીયા  ગામે અનુ.જાતિ વિસ્તારમા આંગણવાડીને કમ્પાઉન્ડ વોલ નુ કામ અંદાજીત રૂા.-૫૦ લાખના ખર્ચે ંજુર કરવામાં આવેલ છે. તેમ ધોરાજી તાલુકા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવ્યું છે.
ધોરાજી તાલુકામાં વિકાસના વિવિધકામો મંજુર
રાજકોટ તા. ૨૦ જુલાઇ વિકેન્દ્રીત જીલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ-૨૦૧૬-૧૭ અન્વયે જીલ્લા આયોજન મંડળ ધ્વારા વિવિધ કામો મંજુર કરવામાં આવેલ જે પૈકી ધોરાજી તાલુકામાં ૧૫ % વિવેકાધીન જોગવાઇ હેઠળ ભુતવડ ગામે  અનુ.જાતિ ૧૦૦વાર વિસ્તારમા ઢોરને પીવાના પાણી માટે અવેડાનું કામ રૂા.-૦૦ લાખના ખર્ચે મંજુર કરવામાં આવેલ છે. તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ધોરાજીની યાદીમાં જણાવેલ છે.
રાજકોટ જિલ્‍લામાં ૪૨૫૫૪૨ હેકટર જમીનમાં થયેલું  ખરીફ પાકનું વાવેતર
રાજકોટ તા. ૨૦ જુલાઇ સંયુકત ખેતી નિયામક(વિસ્‍તરણ) રાજકોટ વિભાગની કચેરીના જણાવાયા મુજબ રાજકોટ જિલ્‍લામાં પ્રિમોન્સુન ખરીફ -૨૦૧૬નું અંદાજિત ૪૨૫૫૪૨ હેકટર જમીનમાં વાવેતર થયું છે.
રાજકોટ જિલ્‍લાના રાજકોટ, પડધરી, જસદણ, વીંછીયા, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, ગોંડલ, કોટડાસાંગાણી અને લોધિકા તાલુકાઓમાં બાજરી ૬૭૩ હેકટર જમીનમાં, મકાઇ ૧૫૦ હેકટર જમીનમાં, તુવેર ૪૧૫ હેકટર જમીનમાં, મગ ૭૫૦ હેકટર જમીનમાં, મઠ ૧૨૨ હેકટર જમીનમાં, અડદ ૧૪૨૫ હેકટર જમીનમાં, અન્ય કઠોળ ૨૯૨ હેકટર જમીનમાં  મગફળી ૨૨૧૩૦૦ હેકટર જમીનમાં, તલ ૧૧૮૦ હેકટર જમીનમાં, દિવેલા ૧૨૧૦ હેકટર જમીનમાં, સોયાબીન ૧૧૧૫ હેકટર જમીનમાં, કપાસ ૧૮૪૭૦૦ હેકટર જમીનમાં, ગુવાર ૯૦ હેકટર જમીનમાં, શાકભાજીનું ૪૫૬૫ હેકટર જમીનમાં, ઘાસચારાનું ૭૫૦૦, શેરડી ૫૫ હેકટર જમીનમાં મળી કૂલ ૪૨૫૫૪૨ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્‍યું છે.
સૌરાષ્ટ્ર ઝોનનાં ગ્રામ વિકાસ વિભાગની સમીક્ષા બેઠક
રાજકોટ તા. ૨૦ જુલાઇ   રાજયના ગ્રામ વિકાસ વિભાગ હેઠળની વિવિધ યોજનાની સમીક્ષા બેઠક તા. ૨૧ જુલાઇએ સવારે .૩૦ વાગ્યે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે, ગ્રામ વિકાસ વિભાગના કમિશ્નરશ્રી અને અગ્ર સચિવશ્રિની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનનાં તમામ જિલ્લાના વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીઓ, સંબંધિત યોજનાના અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓમાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સંબંધિત સરકારી વિભગના અધિકારીઓને બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.એન.વાઘેલાની યાદીમાં જણાવાયું છે.
શ્રી હરિદાસ જીવણદાસ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત
 તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા
 મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

જામનગર તા. ૨૦ જુલાઇ, શ્રી હરિદાસ જીવણદાસ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ શહેરના ઓશવાલ સેન્ટર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમને વાહન વ્યવહાર, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી વિજયભાઇ રૂપાણીએ દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો.
આ દિપપ્રાગટ્યમાં તેમની સાથે મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ અને ટેકનિક્લ શિક્ષણ રાજયમંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી, સાંસદશ્રી પૂનમબેન માડમ, મેયરશ્રી પ્રતિભાબેન કનખરા, જાડાના ચેરમેનશ્રી દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, અગ્રણીશ્રી નરેન્દ્રભાઇ ત્રિવેદી, કોર્પોરેટરશ્રી નિલેશભાઇ કગથરા શ્રી ભાવેશભાઇ કાનાણી તથા ટ્રસ્ટના જીતુભાઇ લાલ, અશોક્ભાઇ લાલ, કિષ્નરાજ લાલ, મીતેષ લાલ જોડાયા હતા.
મંત્રીશ્રીઓ દ્વારા અવલ્લ નંબર આવેલ વિદ્યાર્થીઓને સન્માનીત કરી આ વિદ્યાર્થીઓ ભાવી પેઢીના ઉચ્ચ અભ્યાસ મેળવી સમાજમાં ઉચ્ચ કારકિર્દી મેળવી સમાજ ઉપયોગી કાર્ય કરે તેમ જણાવી તેમને શુભેચ્છા પાઠવી હતી.  આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સન્માન પત્રો, મેડલ અને કીટ એનાયત કારાયેલ હતી.
આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની શાકરતુલા કરી તેટલા જ વજનના પુસ્તકો નગરપ્રાથમિક શિક્ષણ સમિતિને અર્પણ કરવામાં આવેલ હતા. ટ્રસ્ટ દ્વારા આવા જ સમાજ ઉપયોગી કાર્ય કરતા રહે તેવી શુભકામનાઓ મંત્રી શ્રી વિજભાઇ રૂપાણી, શ્રીમતિ વસુબેન ત્રિવેદી તથા સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પંડીત નહેરૂ રોડ ઉપર આવેલ મહીલા સરકારી બેન્કની મુલાકાત લીધેલ હતી. ત્યાં પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરવામાં આવેલ હતું. 
જામનગર જિલ્લાના જળાશયોની
તા. ૨૦ જુલાઇ ૨૦૧૬ના રોજની વિગત દર્શાવતું પત્રક

જામનગર તા. ૨૦ જુલાઇ, સબ ફોકલ ઓફિસર (ફ્લડ) અને કાર્યપાલક ઇજનેરશ્રી જામનગર સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ તા. ૨૦ જુલાઇ ૨૦૧૬ના રોજ જામનગર જિલ્લાના જળાશયોની વિગત નીચે મુજબ છે.

ક્રમ
યોજનાનું નામ
છેલ્લા ૨૪ કલાકનો વરસાદ (મી.મી.)
મોસમનો કુલ વરસાદ મી.મી.
જળાશયની કુલ ઉંડાઇ ફુટમાં
જળાશયની કુલ ઉંડાઇ ફુંટમાં (જીવંત)
કુલ જથ્થો
(મીલીયન ધન ફુટ)
સસોઈ
૩૫
૨૩.૦૦
૨૨.૦૦
પન્ના
૭૫
૧૭.૬૮
૧૫.૦૦
ફૂલઝર-૧
૪૫
૨૮.૮૪
૨૨.૦૦
૧.૬૭
સપડા
૫૫
૨૭.૧૭
૧૮.૫૦
ફુલઝર-૨
૨૫
૨૯.૯૨
૧૫.૦૦
સોરઠી
૮૦
૪૧.૦૧
૧૮.૯૦
વિજરખી
૮૫
૨૫.૦૦
૨૫.૦૦
ડાઈ મીણસાર
૩૮.૧૨
૧૨.૮૦
રણજિતસાગર
૧૨૯
૫૧.૦૫
૨૭.૦૦
૧૦
ફોફળ-૨
૧૦
૨૦
૨૪.૩૮
૧૪.૨૦
૧૧
ઉંડ-૩
૫૦
૩૬.૦૨
૧૩.૧૦
૨.૬૫
૧૨
આજી-૪
૫૫
૩૭.૦૭
૧૯.૫૦
૧૩
રંગમતી
૩૦
૨૩.૬૨
૧૫.૪૦
૫.૨૩
૧૪
ઉંડ-૧
૨૦
૩૫
૪૨.૭૦
૨૫.૯૦
૧૫
કંકાવટી
૨૩૦
૨૬.૭૭
૧૩.૧૦
૧૧.૧૯
૧૬
ઉંડ-૨
૫૬
૨૯.૩૩
૧૨.૩૦
૧૭
વોડીસંગ
૪૦
૩૩.૮૬
૧૨.૫૦
૧૮
ફૂલઝર (કો.બા)
૧૫
૪૮.૮૮
૨૪.૪૦
૧૯
રૂપાવટી
૪૫
૨૭.૨૬
૧૪.૯૦
૦.૪૫
૨૦
ડેમી-૩
૫૫
૨૯.૨૦
૧૩.૦૦
૨૧
રૂપારેલ
૬૫
૨૬.૯૦
૧૦.૩૦
૨૨
વનાણા
૨૪.૦૨
૨૪.૦૦
૨૩
બાલંભડી
૮૦
૧૬.૫૪
૧૬.૫૦
૬૦.૨૫
૨૪
ઉમિયાસાગર
૧૫
૩૧.૩૦
૩૧.૩૦
૨૫
વાગડીયા
૧૦
૩૦.૫૧
૪.૧૦
૨૬
ઉંડ-૪
૨૦
૩૦
૨૫.૭૫
૧૦.૭૦
રાજયમંત્રી શ્રી છત્રસિંહ મોરી જામનગર તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

જામનગર તા. ૨૦ જુલાઇ, અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતોના રાજ્યમંત્રી શ્રી છત્રસિંહ મોરી “મા અન્નપુર્ણા યોજના” તથા પુરઠા તંત્રને લગતા મુદ્દાઓની સમિક્ષા બેઠકમાં જામનગર જિલ્લામાં કલેકટર કચેરી ખાતે સવારે ૧૦-૦૦ કલાકે અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં કલેકટર કચેરી ખાતે બપોરે ૧૫-૦૦ કલાકે મળશે જે અન્વયે કોઇપણ વ્યક્તિએ કોઇ રજુઆત કરવાની થતી હોય તો જે તે ખાતાના અધિકારીને પહોંચતી કરવી.


મજૂરી કામે રાખેલ મજૂર કે કારીગરોનું રજીસ્‍ટરનિભાવી પોલીસ સ્‍ટેશનને જાણ કરવી
અમરેલી તા.૨૦ જુલાઇ, ૨૦૧૬ બુધવારબહારના રાજય કે નેપાળ જેવા દેશમાંથી પુષ્‍કળ પ્રમાણમાં મજૂરો આવીને અમરેલી જિલ્‍લામાં કામ ધંધો વ્‍યવસાય કરે છે. પરંતુ માલિકો દ્વારા મજૂર કે કારીગરોની કોઈ પ્રકારની હકિકત કે પૂરેપૂરી વિગતો રાખવામાં આવતી ન હોવાથી ગુન્‍હો કરી નાસી છૂટેલ ગુન્‍હેગારને પકડવા મુશ્‍કેલ બની જાય છે. આવા સંજોગોમાં અસામાજિક તત્‍વો શહેરોમાં તેમજ ગીચ વસ્‍તીવાળા વિસ્‍તારમાં ગુપ્‍ત આશરો લઇને જાહેર જનતાની સલામતી તથા શાંતિનો ભંગ ન કરે તેમજ જાહેર સંપતિને નુકશાન ન પહોંચાડે તે હેતુસર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જે.કે. ઠેસીયાએ જાહેરનામુ બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં આગામી તા.૧૪.૦૯.૨૦૧૬ સુધી અમલમાં રહેશે.
અમરેલી જિલ્‍લાના કારખાના, ઈન્ડસ્ટ્રીઝ, જીનીંગ મીલો, પોર્ટ વિસ્‍તાર, શીપ યાર્ડ વિસ્‍તાર, હોટલો અને જમીન માલિકોએ મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરનું નામ, વતનનું પુરેપુરૂ સરનામુ, નજીકના પોલીસ સ્‍ટેશનની વિગત, સહિ સાથેનો ફોટોગ્રાફ, શારીરિક વર્ણન અને મોબાઈલ નંબર, ગુજરાતમાં કેટલા સમયથી કામ કરે છે, તેમજ કોની ઓળખાણથી કામે રાખેલ છે, મજૂર/કારીગરના આઇ.ડી. પ્રુફની વિગત, મજૂર/કારીગરની સહી સાથેનો ફોટોગ્રાફ સહિતની સંપૂર્ણ માહિતીનું નિયત રજીસ્‍ટર નિભાવવાનું જાહેરનામાથી ફરજીયાત કરેલ છે. આ ઉપરાંત જાહેરનામાથી મજૂરી કામે રાખેલ મજૂર/કારીગરની માહિતી ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્‍ટેશનને કરવાની તેમજ દર મહિને પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવા જણાવેલ છે.  ગુજરાત પોલીસ એકટની કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીશ્રીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત્ત ગણાશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
STD PCO ધારકોએ નિયત રજીસ્‍ટર નિભાવવાનું રહેશે
અમરેલી તા.૨૦ જુલાઇ, ૨૦૧૬ બુધવાર      આંતકવાદના સંજોગો અને ભૂતકાળમાં થયેલા બોમ્‍બ બ્‍લાસ્‍ટ જેવા બનાવો બનવા પામેલ છે. આતંકવાદી સંસ્‍થા-સંગઠનો સાથે સંકળાયેલ આતંકીઓ તેમજ ઘરફોડ ચોરી, લૂંટ-ધાડ, ચીલઝડપ જેવા ગુનાઓ કરવાની ટેવવાળા રીઢા ગુનેગારો ઘણીવખત પોતાના મોબાઇલ ફોનના ઉપયોગ કરવાના બદલે STD PCOમાં જઇને ફોન દ્વારા ધમકી આપવા, ખંડણી ઉઘરાવવા, અપશબ્દો બોલવા તથા મહિલાઓની જાતિ સતામણી કરવાના બનાવો બનવા પામતા હોય છે. STD PCOમાંથી કરવામાં આવતા ફોન માટે STD PCO ધારકો કોલ ડિટેઇલની કોઇ પ્રકારની માહિતિ નિભાવતા નથી, જેના કારણે આવા ગુનેગારો સુધી પહોંચવું અશક્ય બને છે. આવા ગુનાઓ બનતા અટકાવી શકાય અને આરોપીઓને શોધી કાઢવા માટે STD PCOમાં ફોન કરવા માટે આવતા ગ્રાહકોના નામ-સરનામાની વિગતો સહિતનું રજીસ્‍ટર નિભાવવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જે.કે. ઠેસીયાએ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ (CRPC)-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્‍વયે જાહેરનામુ બહાર પાડેલ છે.
રજીસ્‍ટરમાં (૧)STD PCOનું પુરૂ નામ-સરનામુ અને ફોન નંબર, (૨) STD PCOના માલિક-દુકાનદારનું પુરુ નામ-સરનામુ તથા મોબાઇલ નંબર, (૩) ફોન કરવા આવેલ ગ્રાહકનું પુરૂ નામ-સરનામુ તથા મોબાઇલ નં.તથા તેના નંબર સાથે આઇ.ડી. પ્રુફની વિગતો, (૪) જે નંબર પર સંપર્ક કરવામાં આવે તે નંબર અને જે તારીખ-સમયે ફોન કરેલો હોય તેની વિગતો સહિતની માહિતી નોંધવાની રહેશે. સંબંધિત-દુકાનદારોએ આ રજીસ્‍ટર બે વર્ષ સુધી જાળવવાનું રહેશે, તેમજ પોલિસ અધિકારી-કર્મચારીઓ તરફથી વેરિફિકેશન અર્થે માંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે. આ હુકમ આગામી તા.૧૪/૦૯/૨૦૧૬ સુધી અમલમાં રહેશે તેમજ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજા થઇ શકશે.
જિલ્‍લામાં વ્‍યૂહાત્‍મક જગ્યાઓએ સી.સી.ટી.વી. કેમેરા મૂકવા અંગે
જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની જળવાઇ રહે તેવા હેતુથી જિલ્‍લામાં વ્‍યૂહાત્‍મક જગ્યાઓએ નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા મૂકવાની આવશ્યકતા હોય અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જે.કે. ઠેસીયાએ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્‍વયે જાહેરનામુ બહાર પાડેલ છે.  આ જાહેરનામાથી જિલ્‍લામાં આવેલી બેંકો, સહકારી બેંકો, સંસ્‍થાઓ, એટીએમ સેન્‍ટર, આંગડીયા પેઢી, સોના-ચાંદીના શો રૂમ, જ્વેલર્સ, કપાસની જીનીંગ મિલો, ઇમારતી લાકડાના મોટા વેપારી, કાપડના મોટા વેપારી, ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ, સાઇબર કાફે, ઇલેકટ્રીક બિલ કલેકશન સેન્‍ટર જેવા વિવિધ સ્‍થળો કે જ્યાં નાણાકિય કે કિંમતી ચીજવસ્‍તુઓની લેવડ-દેવડ થતી હોય તેવા સ્‍થળોના પ્રવેશદ્વાર, બેઝમેન્‍ટ પાર્કિંગ/ઓપન પાર્કિંગ તેમજ રોડ પરની અવર-જવર પર દેખરેખ રાખી શકાય તે રીતે ગોઠવી ઓછામાં ઓછા છ માસના રેકોર્ડિંગ સંગ્રહ થઇ શકે તે રીતે નાઇટ વિઝન સી.સી.ટી.વી. કેમેરા લગાવવા અંગેની વ્‍યવસ્‍થા કરવાની રહેશે. આ જાહેરનામુ તા.૧૪.૦૯.૨૦૧૬ સુધી અમલમાં રહેશે. ગુજરાત પોલીસ એકટની કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીશ્રીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત્ત ગણાશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય ફોજદારી કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
વાહનની લે-વેચ કરનાર તથા ભાડે આપનારે નિયત રજીસ્‍ટર નિભાવવું
અમરેલી તા.૨૦ જુલાઇ, ૨૦૧૬ બુધવારત્રાસવાદી કે અસામાજિક તત્વો આંતક ફેલાવવાના હેતુથી રજીસ્‍ટ્રર ન થયા હોય તેવા સાયકલ/મોપેડ કે અન્‍ય વાહનોનો ઉપયોગ કરતા હોય છે. આતંકી કૃત્‍યમાં સ્‍પષ્‍ટ નોંધણી ન ધરાવતા વાહનોનો ઉપયોગ કર્યા બાદ તપાસ એજન્સી કે પોલિસ  વિભાગ માટે તેના મૂળ માલિક સુધી પહોંચવાનુ ખૂબ મુશ્કેલ બનતુ હોય છે. આવા જુના વાહનોની લે-વેચ કરતી વખતે તેમજ આવા વાહનો ભાડે આપતી વખતે વેપારીઓ, ખરીદનાર/ગ્રાહક પાસેથી ઓળખના પૂરતા પુરાવા લીધા વિના વાહનના લે-વેચ કે ભાડે આપવાનો વ્‍યવહાર કરતા હોય છે. ત્રાસવાદી કે અસામાજિક પ્રવૃત્તિમાં રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા દ્વિચક્રી કે અન્‍ય વાહનોની ખરીદી કે ભાડેથી મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરી માનવ જિંદગી ખુવાર કરતા હોય છે તેમજ સંપત્તિને નુકશાન પહોંચાડતા હોય છે.
આથી અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી જે.કે. ઠેસીયાએ, ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્‍તારમાં વાહનોની લે-વેચ કરનાર વેપારીઓએ રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા દ્વિચક્રી કે અન્‍ય વાહનોનું વેચાણ કરનાર તથા જુના વાહનોની લે-વેચ કરનાર અને ભાડે આપનાર વેપારીઓ જ્યારે જ્યારે આવા નવા/જુના વાહનોનું વેચાણ કરે, લે-વેચ કરે કે ભાડે આપે ત્‍યારે નિયત નમૂનામાં રજીસ્‍ટર નિભાવવાનું ફરમાવેલ છે. રજીસ્‍ટરમાં (૧) વાહન કોને વેચેલ છે? કોની પાસેથી ખરીદેલ છે/ કોને ભાડે આપેલ છે તેનું પુરૂ નામ, જાતિ, ઉંમર, સરનામુ અને સંપર્ક નંબર (૨) વાહનનો પ્રકાર એન્‍જીન તથા ચેસિસ નંબર (૩) રજૂ કરેલા આધાર પુરાવા જેવા કે રેશનકાર્ડ/ચૂંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાયસન્‍સ/બેંકની પાસબુક/પાનકાર્ડ/પાસપોર્ટ/ઇલેક્ટ્રીક બિલ/ટેલિફોન બિલ (ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણિત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઇલ બનાવી રાખવી), (૫) વાહન કોને વેચેલ છે? કોની પાસેથી ખરીદેલ છે? કોને ભાડે આપેલ છે? તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટા સહિતની નોંધ કરવાની રહેશે તેમજ રજીસ્‍ટર એસ.ઓ.જી. શાખા-બ્‍લોક નં.એ-૧૦૪, બહુમાળી ભવન, રાજમહેલ કંપાઉન્‍ડ-અમરેલી ખાતે દર માસના અંતે જમા કરાવવાનુ રહેશે. આ હુકમ આગામી તા.૧૪/૦૯/૨૦૧૬ સુધી અમલમાં રહેશે. ગુજરાત પોલીસ એકટની કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીશ્રીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત્ત ગણાશે. હુકમનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
હોટલ અને ગેસ્‍ટહાઉસના માલિકોએ રાજયબહારના
મુસાફરો અંગેની જાણ પોલીસ સ્‍ટેશનને કરવી
અમરેલી તા.૨૦ જુલાઇ, ૨૦૧૬ બુધવારવિશાળ દરીયા કિનારો ધરાવતાં અમરેલી જિલ્‍લામાં પ્રવાસ-પર્યટન અને ધાર્મિક સ્‍થળો ઘણા આવેલા છે જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ, યાત્રાળુઓ આવે છે. આજ રીતે જિલ્‍લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતના માણસો કામ-ધંધાર્થે આવે છે.
આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલ કોઇ વ્‍યકિત હોટલ/ગેસ્‍ટહાઉસમાં આશરો લઇને સ્‍થાનિક માણસો સાથે ભળી બદઇરાદો પાર ન પાડે તે માટે જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે અમરેલીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જે.કે. ઠેસીયાએ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે. આ જાહેરનામુ અમરેલી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં આગામી તા.૧૪/૦૯/૨૦૧૬ સુધી અમલમાં રહેશે.
જાહેરનામામાં હોટલ/ગેસ્‍ટહાઉસના માલિકે, રાહતદરે ચાલતી કે સખાવતથી ચાલતી તમામ સરકારી, ધાર્મિક કે ટ્રસ્‍ટની ધર્મશાળા અને ખાનગી સંસ્‍થાઓના માલિકે અગર તો માલિકે ખાસ સતા આપેલ વ્‍યકિતએ રાજય બહારથી આવતા પ્રવાસી/મુસાફરને રૂમ આપે ત્‍યારે જે તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશનને નિયત પત્રકમાં પ્રવાસીની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. આ ઉપરાંત દર માસે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીને પણ માહિતી મોકલવાની રહેશે. બોમ્‍બે પોલીસ એકટની કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીશ્રીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત્ત ગણાશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
જુના મોબાઇલ-સીમકાર્ડના વેપારીઓએ નિયત રજીસ્‍ટર નિભાવવાના રહેશે
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતકવાદ અને ત્રાસવાદના કૃત્‍યો બનવા પામતા હોય છે. તેમજ રાજ્યમાં બનતા આવા ગુન્‍હાઓમાં મોબાઇલનો ઉપયોગ થાય છે.  મોબાઇલ ચોરીઓના બનાવો નું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુન્‍હાઓ શોધી કાઢવા માટે વપરાયેલ મોબાઇલ અથવા મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્‍હાના મૂળ સુધી પહોંચી શકાય તે માટે અમરેલી જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં જૂના મોબાઇલ તથા સીમકાર્ડ લે-વેચ કરનાર વેપારીઓએ મોબાઇલ લેતાં પહેલા મોબાઇલ વેચનારનું નામ તથા જૂના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું પુરેપૂરૂં નામ, સરનામુ, ઓળખ સહિતની વિગતો નોંધી રજીસ્‍ટર નિભાવવા અધિક જીલ્‍લા મેજીસ્‍ટ્રેટ જે.કે.ઠેસીયાએ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામુ બહાર પાડેલ છે. જે આગામી તા.૧૪/૦૯/૨૦૧૬ સુધી અમલમાં રહેશે.
જુના મોબાઇલ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ લે-વેચ કરનાર વેપારીઓએ જૂના મોબાઇલ ખરીદતી વખતે તેમજ વેચતી વખતે રજીસ્‍ટરમાં અનુક્રમ નંબર, મોબાઇલની વિગત/કંપનીનું નામ, આઇ.એમ.ઇ.આઇ નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારના નામ-સરનામાની વિગત, આઇ.ડી.પ્રુફની વિગત તેમજ નવા સીમકાર્ડ વેચાણ કરનાર વેપારીઓએ અનુક્રમ નંબર, સીમકાર્ડની વિગતમાં કંપનીનું નામ, સીમકાર્ડ નંબર, સીમકાર્ડ ખરીદનારના નામ-સરનામા, આઇ.ઙી.પ્રુફની વિગત તથા સીમકાર્ડ ખરીદનારની સહીની વિગતો દર્શાવતું રજીસ્‍ટર નિભાવવાનું રહેશે. ગુજરાત પોલીસ એકટની કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીશ્રીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત્ત ગણાશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે
પોલિસ સ્ટેશનને જાણ કર્યા વિના મકાન ભાડે ન આપવું
અમરેલી તા.૨૦ જુલાઇ, ૨૦૧૬ બુધવારત્રાસવાદી કે અસામાજિક તત્વો શહેરોમાં ગીચ વસ્તીવાળામાં વિસ્તારોમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરવા જેવી આતંકવાદી પ્રવૃત્તિ કરે છે. બહારના રાજયો કે દેશ બહારથી આવતાં આવા તત્વો સ્થાનિક મકાન ભાડે રાખી ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપી માનવ જિંદગી અને સંપત્તિને ખુવાર કરતાં હોય છે.
અમરેલી જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. પ્રવાસન કે ધાર્મિક સ્થળોએ આવતાં યાત્રાળુ સાથે જિલ્લામાં આવેલ ઔઘોગિક એકમોમાં પરપ્રાન્તના માણસો કામ-ધંધા અર્થે આવતા હોય છે આવા સંજોગોમાં ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલ વ્યક્તિ સ્થાનિક કે ભાડે મકાન લઈને સ્થાનિક માણસો સાથે ભળી બદઈરાદા પાર ન પડે તેમજ સલામતી અને સુરક્ષા અંગે તકેદારી રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જે.કે. ઠેસીયાએ, ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ જાહેરનામું બહાર પાડેલ છે.
આ જાહેરનામાથી સમગ્ર અમરેલી જિલ્લામાં પોલિસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાનમાલિક કોઇ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં. પરંતુ જ્યારે મકાન ભાડે આપે ત્‍યારે, () મકાન માલિકનું નામ, સરનામું અને ટેલીફોન /મોબાઇલ નંબર તથા ભાડે આપેલ મકાનની વિગત, ક્યા વિસ્તારમાં મકાન આવેલ છે અને બાંધકામ કેટલા ચો.મી.માં છે તેની વિગત () મકાન ભાડે આપતા સત્તા ધરાવતા વ્યકિતનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઇલ નંબર, () મકાન કઇ તારીખથી ભાડે આપેલ છે. તથા માસિક ભાડું કેટલું છે. () જે વ્યક્તિને મકાન ભાડે આપેલ હોય તેનું પુરૂં નામ, હાલનું સરનામું, ટેલિફોન/મોબાઇલ નંબર () જે વ્યક્તિને મકાન ભાડે આપેલ છે. તેમના મૂળ વતનનું પાકું સરનામું તથા વતનમાં ઓળખતાં ત્રણ સગા-સંબંધીના નામ અને સરનામા, () મકાન માલિકને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિનું નામ, સરનામું, ટેલિફોન/મોબાઇલ નંબર સહિતની વિગતો દર મહિનાના અંતે પોલિસ અધિક્ષકશ્રીને પહોંચતી કરવાની રહેશે. આ હુકમ આગામી તા.૧૪/૦૯/૨૦૧૬ સુધી અમલમાં રહેશે. બોમ્‍બે પોલીસ એકટની કલમ-૧૬૩ મુજબ પોલીસ અધિકારીશ્રીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત્ત ગણાશે.  હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
રોજગાર વિનિમય કચેરી ખાતે કેરીયર કાઉન્‍સીલરની જગ્‍યા માટે ભરતી યોજાશે


સુરેન્‍દ્રનગરઃ- રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની સ્‍વાયત સંસ્‍થા eMPEX-b દ્વારા રાજયના યુવાનોને રોજગાર સક્ષમ બનાવી કારર્કિદી ઘડતર માટેની વિવિધ પ્રવૃતિઓ જેવી કે, રાજય/કેન્‍દ્ર સરકાર, બેંકિંગ, ઈન્‍સ્‍યુરન્‍સ વગેરે જેવી વિવિધ ખાતાઓ/વિભાગોની ખાલી જગ્‍યાઓ ભરવા માટે યોજાતી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટેની તાલીમ, સંરક્ષણ સેવામાં ભરતી માટેની તાલીમ, ખાનગી ક્ષેત્રે ઉભી થતી રોજગારી અંતર્ગત ઔદ્યોગિક ભરતી મેળા યોજીને નોકરી દાતાને માનવબળ તથા રોજગાર ઈચ્‍છુકોને રોજગારી પુરી પાડવી, સ્‍વરોજગાર ક્ષેત્રે પગભર થવા ઈચ્‍છુક ઉમેદવારો માટે સ્‍વરોજગાર શિબિરના આયોજનથી માર્ગદર્શન, કેરીયર કાઉન્‍સેલીંગ, વિદેશ જવા માટે માર્ગદર્શન વિગેરે રોજગારલક્ષી પ્રવૃતિઓ હાથ ધરાનાર છે. આ માટે જિલ્‍લાની રોજગાર કચેરીઓ ખાતે કેરીયર કાઉન્‍સેલરની ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. કેરીયર કાઉન્‍સેલરની જગ્‍યા ભરવાની છે.
જેની શૈક્ષણિક લાયકાત એમ.એસ. ડબલ્‍યુ /એમ.એ (સાયકોલજી), એમ.એસ.સી. (સાયકોલોજી), એમ.બી.એ. (એચ.આર.), પી.જી.ડી.(એચ.આર.), પી.જી.ડી.ઈન વોકેશનલ ગાઇડન્‍સ એન્‍ડ કાઉન્‍સેલીંગ જરૂરી છે. જાહેર / ખાનગી ક્ષેત્રમાં પ્‍લેસમેન્‍ટ/વ્‍યવસાય માર્ગદર્શન સેવાનો એક વર્ષનો અનુભવ/ રોજગારી/શિક્ષણક્ષેત્રે કાઉન્‍સેલીંગનો એક વર્ષનો અનુભવ ઈચ્‍છનીય અંગ્રેજી/ગુજરાતી ભાષામાં પ્રભુત્‍વ અંગ્રેજી/ગુજરાતી ટાઈપીંગ તથા સી.સી.સી. સર્ટીફિકેટ (સરકારશ્રીના નિયમોનુસાર)નો અનુભવ હોવો જોઈએ તથા ઉંમર ૨૧ થી ૩૫ વર્ષ (જાહેરાત પ્રસિધ્‍ધ થયાની તારીખે) વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ. જેનું માસિક વેતન રૂપિયા ૨૦,૦૦૦/- આપવામાં આવશે.
આ કામગીરી માટે લેવાનાર સેવાઓની કામગીરી માટે તદ્દન હંગામી ધોરણે ફિકસ પગારથી ફકત ૧૧ માસની મુદત માટે કરાર આધારીત નિયુકિત આપવામાં આવશે. ઉપર દર્શાવેલ વિગતે દર્શાવેલ લાયકાતના ધોરણો ધરાવતા ઉમેદવારોએ તા.૨૮/૭/૨૦૧૬ સુધીમાં જિલ્‍લા રોજગાર વિનિમય કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્‍દ્રનગરને પહોંચતી થાય તે રીતે સંપૂર્ણ બાયોડેટા તથા જરૂરી પ્રમાણપત્રો, સર્ટીફિકેટોની પ્રમાણિત નકલો સાથે રજીસ્‍ટર પોસ્‍ટથી અથવા રૂબરૂમાં અરજી કરવાની રહેશે. અરજીનો નમૂનો તથા બજાવવાની ફરજોની વિગતો કચેરી ખાતેથી કચેરીના ચાલુ સમય દરમ્‍યાન વિનામુલ્‍યે મેળવી શકાશે. તેમ જિલ્‍લા રોજગાર અધિકારીશ્રી સુરેન્‍દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા લોન્‍ચ કરાયેલ
નવા વેબ પોર્ટલ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાશે
સુરેન્‍દ્રનગરઃ- શ્રી ઝાલાવાડ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ તથા વઢવાણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસીએશનનાં સંયુકત ઉપક્રમે રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા તા.૧/૪/૨૦૧૬થી નવું વેબપોર્ટલ www.employment.gujarat.gov.in લોન્‍ચ કરવામાં આવેલ છે. તે અંગે જિલ્‍લા રોજગાર વિનિમય કચેરી દ્વારા માહિતી માર્ગદર્શન આપવા તા.૨૨/૭/૨૦૧૬ શુક્રવારના રોજ શ્રીમતી સવિતાબેન પી. વરમોરા કોમ્‍યુનિટી હોલ, વઢવાણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસીએશન, પ્‍લોટ નં.-૪૦૧/૨, જી.આઈ.ડી.સી. એસ્‍ટેટ, ત્રીજો વિભાગ વઢવાણ સીટી ખાતે સાંજના ૪-૦૦ થી ૬-૦૦ કલાક દરમ્‍યાન સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.
જેનો ઉદ્દેશ સુરેન્‍દ્રનગર જિલ્‍લાનાં નોકરી દાતાઓમાં પોર્ટલ અંગે વધુમાં વધુ જાગૃતતા આવે અને તેઓને પોર્ટલનાં ઉપયોગ અંગેની જરૂરી માહિતી  અને માર્ગદર્શન મેળવી પોર્ટલ પર થતી દરેક કામગીરી જેવી કે ઈ.આર. ૧ અને ૨ પત્રકો સબમીટ કરવા તેમજ ખાલી જગ્‍યાઓ નોટીફાઈડ કરવી અને ભરતી મેળાઓ તથા ઈન્‍ટરવ્‍યું ગોઠવવા વગેરે સહેલાઈથી કરી શકાય અને જિલ્‍લાના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળવાની તકો મળી રહે તેવો છે. જેથી આ સેમીનારમાં વધુમાં વધુ નોકરીદાતાઓ હાજર રહી સેમીનારને સફળ બનાવવા જણાવાયું છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૧૭ માટે અગત્‍યની માહિતી
સુરેન્‍દ્રનગરઃ- રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬માં કેન્‍દ્ર સરકારે નવોદય વિદ્યાલય શરૂ કરેલ છે. ૨૭ રાજયો અને ૭ કેન્‍દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલ છે. જવાહર નવોદય વિદ્યાલય ઈસદ્રા રોડ, હરીપર તા.ધ્રાંગધ્રા જી. સુરેન્‍દ્રનગર સહશિક્ષણ તથા છાત્રાલય સુવિધાવાળી તથા આર્થિક જવાબદારી કેન્‍દ્ર સરકારની સ્‍વાયત સંસ્‍થા સંભાળે છે તથા ધોરણ-૬ થી ધોરણ-૧૨ સુધીનો અભ્‍યાસ કરાવવામાં આવે છે. ધોરણ-૬ થી ધોરણ-૧૨ NCERT અભ્‍યાસક્રમ અંગ્રેજી માધ્‍યમમાં  શિક્ષણ આપવામાં આવે છે. તેમજ દરેક પરીક્ષા કેન્‍દ્ર માધ્‍યમિક બોર્ડ દ્વારા લેવામાં આવે છે. બાળકોને તમામ ચીજ - વસ્‍તુ રહેવા જમવાની તમામ સુવિધા મફત પુરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ ત્રણ ભાષામાં કુશળતા પ્રાપ્‍ત કરે છે., જન્‍મ તારીખ ૧/૫/૨૦૦૪ થી તા.૩૦/૪/૨૦૦૮ સુધીની હોવી જોઈએ, પરીક્ષા ૮ મી જાન્‍યુઆરી-૨૦૧૭ના સવારના ૧૧-૩૦ કલાકે બધા જ રાજયમાં લેવામાં આવે છે, અરજી પહોંચાડવાની છેલ્‍લી તા.૧૬/૯/૨૦૧૬ છે. તાલુકા કેળવણી અધિકારીને પહોંચાડવી જરૂરી છે અને જમા કર્યાની પહોંચ લેવી, અરજીપત્રક તાલુકા કેળવણી અધિકારી, જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીથી તેમજ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય પાસેથી મળી શકશે, જવાહર નવોદયનું પરિણામ મે માસના અંત સુધીમાં આવશે, ગ્રામ્‍ય વિસ્‍તાર ઉમેદવાર માટે ૭૫ ટકા અનામત રાખેલ છે., ગ્રામ્‍ય વિસ્‍તારની શાળામાં  ધોરણ ૩,૪,૫, સંપૂર્ણ અભ્‍યાસ કરેલ હોવો જરૂરી છે, ધોરણ-૩,૪,૫નું શૈક્ષણિક વર્ષ-૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ જ હોવું જોઈએ, અનુસૂચિત જાતિ, તેમજ અનુસૂચિત જનજાતિઓની અનામત જગ્‍યા, કુલ બેઠકોની ૧/૩ બેઠકો છોકરીઓ માટે રાખવામાં આવે છે., શારિરીક રીતે અશકતા માટે ૩૩ ટકા બેઠકો અનામત છે, જિલ્‍લાની કોઈપણ શાળામાં ભણતો બાળક કોઈપણ ભાષામાં પરીક્ષા આપી શકે છે. કોઈપણ બાળક ધોરણ-૩,૪,૫માં એક દિવસ શહેરમાં ભણે તો પણ તે શહેરી ગણાશે તેમ આચાર્યશ્રી જવાહર નવોદય વિદ્યાલય ધ્રાંગધ્રાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
આજથી રાજયમંત્રીશ્રી તારાચંદભાઇ છેડા કચ્‍છ જિલ્‍લાના પ્રવાસે
ભુજ, બુધવારઃ રાજયમંત્રીશ્રી તારાચંદભાઇ છેડા આજ તા.૨૧/૭ થી ૨૨/૭ સુધીના બે દિવસના કચ્‍છ જિલ્‍લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ આજ તા.૨૧/૭ સવારે ૧૦ કલાકે એ.પી.એમ.સી. મુન્‍દ્રા મુકામે સરહદી ડેરી દ્વારા આયોજિત બોનસ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. બાદ બપોરે ૧૫ કલાકે નાયબ કલેકટરની કચેરી, મુન્‍દ્રા મધ્‍યે મુન્‍દ્રા અને માંડવી તાલુકાના વીજળીના પ્રશ્‍નો અંગે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે બેઠકમાં હાજરી આપશે. ત્‍યારબાદ સાંજે ૧૭.૩૦ કલાકે નગરપાલિકાનો હોલ, માંડવી મુકામે નગરપાલિકાના પ્રશ્‍નો અંગે સંકલન બેઠકમાં હાજર રહેશે.
બીજા દિવસે તા.૨૨મીએ સવારે ૧૦ કલાકે સહયોગ હોલ, એસ.ટી. સ્‍ટેન્‍ડ પાસે, ભુજ ખાતે જિલ્‍લા રોજગાર વિનિમય કચેરી, ભુજ દ્વારા આયોજિત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રવાસ કાર્યક્રમ દરમ્‍યાન રાત્રિરોકાણ તેમના નિવાસસ્‍થાન, ભુજ ખાતે કરશે.
૨૨મીએ રાપર ખાતે ૩૨ (ક) હેઠળની સ્‍ટેમ્‍પ ડયુટી વસુલાતનો કેમ્‍પ યોજાશે
ભુજ, બુધવારઃ        નાયબ કલેકટર (સ્‍ટેમ્‍પ ડયુટી) ભુજ-કચ્‍છની કચેરી દ્વારા વર્ષ ૧૯૮૪ થી વર્ષ ૨૦૦૦ સુધીના મિલ્‍કતોના દસ્‍તાવેજો કલમ-૩૨ (ક) હેઠળના અસલ દસ્‍તાવેજ અત્રેની કચેરીએ હોવાથી તેનો વસુલાત માટેનો કેમ્‍પ આગામી તા.૨૨મીએ સવારે ૧૧ થી ૪ વાગ્‍યા દરમ્‍યાન સબ રજીસ્‍ટ્રાર કચેરી, રાપર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં નોટીસ ન મળેલ હોય તેમણે પણ દસ્‍તાવેજ નંબર તારીખ સાથે હાજર રહી રકમ ભરવાની અસલ દસ્‍તાવેજ પરત કરવામાં આવશે.
ત્‍યારબાદ દસ્‍તાવેજોના આખરી હુકમ કરવામાં આવશે જેમાં ૯૦ દિવસ બાદ વ્‍યાજ વસુલવામાં આવશે જેની તમામે નોંધ લેવા નાયબ કલેકટર (સ્‍ટેમ્‍પ ડયુટી) ભુજ-કચ્‍છની યાદીમાં જણાવાયું છે.
નોખાણીયા ખાતે ફાયરીંગ પ્રેકટિશ
ભુજ, બુધવારઃ ભુજ પાસે રૂદ્રમાતા નજીક આવેલ નોખાણીયા પોલીસ ફિલ્‍ડ ફાયરીંગ બટ પર આગામી જુલાઇ માસની ૨૧મી, ૨૮મી અને ઓગષ્‍ટ માસ ૧ થી ૩૧ તેમજ સપ્‍ટેમ્‍બર માસની ૧ થી ૯, ૨૨ તથા ૨૯ સુધી ફાયરીંગ પ્રેકટીશ યોજાશે.
આ ફાયરીંગ રેંજમાં કોઇપણ વ્‍યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્‍યકિત ઉપરોકત રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્‍યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્‍યકિતની રહેશે તેવું અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજની યાદીમાં જણાવ્‍યું છે.
અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી છત્રસિંહજી મોરી
પોરબંદર જિલ્‍લાના પ્રવાસે
પોરબંદર તા. ૨૦ જુલાઇઃ- અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રીશ્રી છત્રસિંહજી મોરી આગામી તા.૨૨ જુલાઇના રોજ પોરબંદર જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ તા.૨૨ ના રોજ  સવારે ૧૦-૦૦ કલાકે જિલ્‍લા કલેકટર કચેરીના સભાખંડમાં પોરબંદર જિલ્‍લામાં ’’મા અન્નપુર્ણા યોજના’’ તથા પુરવઠા તંત્રને લગતા મુદ્દાઓની સમીક્ષા બેઠકમાં  ઉપસ્થિત રહેશે. બપોરે ૧૩-૩૦ કલાકે પોરબંદરથી જુનાગઢ જવા રવાના થશે.
દેવભૂમિ દ્વારકામાં આંખના મોતિયા ઓપરેશન માટે નિદાન કેમ્‍પ યોજાયા
ગુજરાત રાજય સરકાર દ્વારા ગતિશીલ ગુજરાત ક્રાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણ રાજયને મોતિયાબિંદ મુકત કરવા નિર્ધાર કરેલ છે. જે અન્‍વયે સંપૂર્ણ જિલ્‍લા દેવભૂમિ દ્વારકાને મોતિયાબિંદ મુકત કરવા માટે સમગ્ર જિલ્‍લામાં આરોગ્‍ય અને તબીબી સેવાઓે, દેવભૂમિ દ્વારકા દ્વારા મોતિયાના નિદાન માટે વિનામુલ્‍ય કેમ્‍પનું જનરલ હોસ્‍પીટલ ખંભાળીયા તથા જિલ્‍લાના તમામ સામૂહિક આરોગ્‍ય ખાતે તા. ૧૯/૦૭/૨૦૧૬ સમયઃ ૧૦-૦૦ થી ૧૩-૦૦ કલાક દરમ્‍યાન આયોજન કરવામાં આવેલ હતું. કલેકટરશ્રી એચ.કે. પટેલે ખંભાળીયા ખાતે સવારે ૧૦-૦૦ કલાકે કેમ્‍પને ખુલ્‍લો મુકયો હતો.
જિલ્‍લા પંચાયત દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજીત આ કેમ્‍પમાં મોતિયાના લક્ષણો જેવા કે ઝાંખુ દેખાવુ, માથાનો દુખાવો, આંખમાંથી પાણી આવવા વગેરે લક્ષણો ઘરાવતા જિલ્‍લાના ૪ તાલુકાના મળી  કુલ ૧૨૬૦ વ્‍યકિતઓએ આ કેમ્‍પનો લાભ લીધેલ હતો. જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી આર.આર. રાવલ તથા જનરલ હોસ્‍પિટલના અધિક્ષકશ્રી દેવમુરારીએ કેમ્‍પને લગત જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. તેમજ મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી દેવભૂમિ દ્વારકા શ્રી સીંગ સાહેબ તથા તેમની ટીમે આ કેમ્‍પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. 
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦






No comments: