Namaskar

DD NEWS

.

ZEE NEWS

.

Thursday, July 7, 2016

કેરીયર ગાઇડન્સ એસો.ની સામાન્ય સભા ત્રિવિધ કાર્યક્રમો સાથે સંપન્ન આગામી બે વર્ષ માટે હોદ્દેદારોની વરણી : પ્રમુખ તરીકે આર.એન. કોટક, માનદ્દ ચેરમેન તરીકે ડો. આર.જે. ભાયાણીની વરણીઃ સમગ્ર બોડી ર૧ સભ્યોની.

News of Thursday, 7th July, 2016
કેરીયર ગાઇડન્સ એસો.ની સામાન્ય સભા ત્રિવિધ કાર્યક્રમો સાથે સંપન્ન
આગામી બે વર્ષ માટે હોદ્દેદારોની વરણી : પ્રમુખ તરીકે આર.એન. કોટક, માનદ્દ ચેરમેન તરીકે ડો. આર.જે. ભાયાણીની વરણીઃ સમગ્ર બોડી ર૧ સભ્યોની.
ind. by Ashok Hindocha M-9426254999
કેરીયર ગાઇડન્સ એસો.ની સામાન્ય સભા ત્રિવિધ કાર્યક્રમો સાથે સંપન્ન
   ''ગુજરાતની અગ્રણી માર્ગદર્શક સેવા સંસ્થા'' 'કેરિયર ગાઇડન્સ એસોસીએશન (ગુજરાત)'નો વર્ષ-ર૦૧પ/૧૬ ની વાર્ષિક સાધારણ સભા વિવિધ કાર્યક્રમ સભ્ય વિશિષ્ટરૂપે રાજકોટમાં઼ 'સરકારી પથિકાશ્રમ' ખાતે સંપન્નથઇ. આ  પ્રસંગે સભ્ય તરીકે પોરબંદરના આગેવાન ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા રાજકોટના કેળવણીકાર શામજીભાઇ ખુંટ નવીનભાઇ ઠક્કર વિગેરે ઉપસ્થિત હતા.અને મનનીય વકતવ્ય આપેલ. કાર્યક્રમ રાજકોટ પિપલ્સ કો-ઓ.બેંક લિ. દ્વારા પ્રાયોજીત થયેલકાર્યક્રમ સીજીએના પ્રમુખ આર.એન. કોટકની નિશ્રામાં થયેલ. પ્રથમ ભાગમાં એક નાવિન્ય આઇટેમ તરીકે સંકલ્પ વાંચન તરીકે એસોસીએશન પ્રત્યેની સૌ સભ્યોએ સેવા બાબતે પ્રતિબધ્ધતા વ્યકત કરેલ. સંસ્થાના ઉપપ્રમુખ પ્રા.પ્રવીણચંદ્ર ઠકકરની પુસ્તિકા 'સમય આયોજન સ્વ. આયોજન'નંુ સમુહ વિમોચન અને નિઃશુલ્ક વિતરણ થયેલ દેવચંદ સાવલિયાએ પુસ્તકા પરિચય આપેલ ડો. વિશાલ વારીયાનં ડિજીટલ લિટરસી અને બિપીનભાઇ શાહનું માર્ગદર્શન સેવામાં એન.જી.ઓ.ની ભુમીકા લઘુ પ્રવચન થયેલ એસોસીએશનના સેવાકાર્ય માટે બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ સ્વામી ભાનુપ્રકાશજી, પ્રા. પ્રવિણ ઠકકર, ડો. પુજાબેન કોટક, જહાનવીબેન લાખાણી, તથા રાજકોટ જિલ્લાના સંયોજક ડો. આર.જી. પરમાર, વૈશાલી પારેખને એનાયત થયે. પસંદગી સમીતીવતી પ્રા.બી.બી.દવેએ એવોર્ડ સિલેકશનો ચિતાર આપેલ જયારે ૭પવર્ષનીવય વટાવેલ વડીલોને વંદના કાર્યક્રમમાં જી.સી. ભુતવાલા, પ્રા.વિ.યુ. રાયચુરા, એચ.કે. ધનેશા,પ્રા.આર. સી. પોપટ, પદુભાઇ રાયચુરા, એસ.જી. માનસેતા, ડો. રતુભાઇ શિંગાળાનું શાલ ઓઢાડી બહુમાન કરાયેલ. કાર્યક્રમ સંચાલન પ્રા.ડો. પરાગ દેવાણીએ કરેલ. કાર્યક્રમ સમીક્ષાઅને આભારવિધી ડો. આર.જે.ભાયાણી દ્વારા થયેલ વ્યવસ્થા અશોકભાઇ હિંડોચા, જાહનવીબેન લાખાણી, ડો. પુજા કોટક, ચેતન રાજદેવ, પી.એન.ગોહેલ, ચેતના પટેલ, દર્શના વારિયા, હિતેષ પોપટ વિ.દ્વારા સંભાળેલ.કાર્યક્રમના બીજા ભાગમાં એસોસીએશનની સામાન્યસભા આરએન કોટકના પ્રમુખ સ્થાને થયેલ જેમાં સંસ્થાના વિકાસ માટેની ચર્ચા વિદ્યાર્થી, વાલી, સંસ્થાઓને વધુ લાભ થાય તેમ કરાયેલ, અંતે ર૦૧૬-૧૭ તથા ર૦૧૭-૧૮ ના બે વર્ષ માટે હોદેદારોની સર્વાનુમતે વરણી થયેલ જેમા આર.એન.કોટક પ્રમુખ માનદ્ ચેરમેન ડો. આર.જે.ભાયાણી,ઉપપ્રમુખ (રાજયકક્ષા) ડો.સી.ડી.સંખારવા, વિભાગીય ઉપપ્રમુખ શા.સ્વામી ભાનુપ્રકાશજી (રાજકોટ), પ્રા.અશ્વિન કારીયા (અમદાવાદ),પ્રા.પ્રવીણચંદ્ર ઠકકર (વડોદરા), માનદ મંત્રીઓ અશોક હિન્ડોચા, ડો. પરાગ દેવાણી, જાહનવીબેન લાખાણી ખજાનચી પી.એન.ગોહેલ, ઇન્ટરનલ ઓડિટર રમેશ ચોરાલા પસંદ થયા હતા. સલાહકાર સમિતિમાં કોઓપ્ટ સભ્ય સહિત ૧૦ સભ્યોની વરણી થયેલ જેમાં પદુભા રાયચુરા (મુખ્યા સલાહકાર), રાજેશ લાખાણી, શામજીભાઇ ખુંટ, ડો.પી.ટી.પંડયા, ડો. વિશાલ વારીયા, પ્રો.ડો.આર.જી. પરમાર, પ્રા.નિપાબેન દવે, ચેતન રાજદેવ, ચેતનાબેન પટેલ તથા અંબરિષ મોદી, રાજકોટ જિલ્લા સંયોજક તરીકે નરેન્દ્રભાઇ કોટેચા તથા જિલ્લા સહસંયોજક દર્શના વારીયાની વરણી થયેલ  છે.કચ્છ જિલ્લા સંયોજક તરીકે કે.એમ.પંડયા નિમાયેલ છે અન્ય જિલ્લામાં કોઇ ફેરફાર નથી આ એસોસીએશનના ગુજરાત રાજયના ર૦ જિલ્લાઓમાં ૧૪૦ સભ્યો છે. સભ્યપદ મેળવવા, કાર્યક્રમના આયોજન માટે એસોસીએશનના પ્રમુખ આર.એન. કોટક (૯૪ર૬૪ ર૩૩૩૯) નો સંપર્ક કરી શકાય છે.(૬.૧૮)
   
 (04:29 pm IST)
 
Share This News
 

No comments: