Sunday, July 24, 2016

ભણતરની સફળતામાં સહાયરૃપ બનતી મોબાઈલ એપ્લિકેશનો inf. by - www.ashokhindoha.blogspot.com M-94262 54999

ભણતરની સફળતામાં સહાયરૃપ બનતી મોબાઈલ એપ્લિકેશનો
inf. by - www.ashokhindoha.blogspot.com M-94262 54999

અવરનોટ

અવરનોટ એપ વર્ષ ૨૦૦૮માં વિકસાવવામાં આવી હતી. પણ સમયાંતરે આ એપમાં ઘણા જરૃરી બદલાવ પણ આવ્યા છે. આ એપની મદદથી યુઝર્સ પોતાની નોટ્સ સરળતાથી બનાવી શકે છે. આ એપમાં  આપેલાં કેમેરાની મદદથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટનો ફોટો પાડીને એની નોટ્સ બનાવી શકો છો. તમે લીસ્ટ પણ બનાવી શકો છો. આ સિવાય એજન્ડા તૈયાર કરવામાં અને રિમાન્ડર માટે પણ આ એપ મદદગાર સાબિત થાય છે.

ડ્રોપ બોક્સ

ઘણી બધી ફાઈલો, ફોલ્ડર, ફોટોસ વગેરે વસ્તુને સેવ કરવાની મેમરી તમારા મોબાઈલમાં ન હોય તો તમે ડ્રોપ બોક્સ એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ તમારી દરેક મહત્ત્વની ફાઈલ સાચવીને રાખશે. અને તમારા મોબાઈલની મેમરી બચશે. આ એપની અંદર સેવ કરેલી ફાઈલને તમે એડિટ પણ કરી શકો છો. તેમજ ફાઈલને તમે તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી શકો છો. જેથી આ એપની મદદથી તમે ગૃપ સ્ટડિઝ પણ કરી શકો છો. આ સિવાય બોક્ષ અને ગુગલ ડ્રાઈવ નામની પણ એપ છે જેમાં તમે તમારા ડેટા સેવ કરી શકો છો.

સ્લીપ સાઈકલ અલાર્મ કલૉક

અનેક વિદ્યાથીઓને અભ્યાસ દરમ્યાન ઊંઘની અનેકવિધ સમસ્યા સતાવે છે. કાં તો ઊંઘ આવતી જ નથી. અથવા માત્ર ઊંઘતા રહેવાય છે. ઘણીવાર ઊંઘ સમયસર ઉડતી નથી. જેવી અનેક સમસ્યા હોય છે. આ સમસ્યાનો ઉકેલ સ્લીપ સાઈકલ આલાર્મ ક્લોકની મદદથી લાવી શકાય છે. આ એપ તમને જાણ કરશે કે તમારે ક્યારે અને કેટલું સૂવું જોઈએ. તમારા શરીરને સ્વસ્થ અને પર્યાપ્ત ઊંઘ  મળી રહે એ માટે એપ ડાઉનલોડ કરવી રહી.

વૉલ ફેમ

વૉલફેમને તમે વિદ્યાર્થીઓનું ટયુટર કહી શકો છો. આ એપમાં ડેટાના સંખ્યાબંધ વિકલ્પો અને હજારો સવાલોથી પરિપૂર્ણ છે. જે તમને દરેક વિષયની જાણકારી ઉપલબ્ધ કરાવે છે. આ એપમાં પૌરાણીક કથાઓ, વંશાવલી, ખગોળ વિજ્ઞાાન અને ત્રિકોણમિતિ જેવા નાના પ્રકારના અનેક વિષયોને આવરી લેવામાં  આવ્યા છે.

માય સ્ટડી લાઈફ

માય સ્ટડી લાઈફ એપમાં તમે તમારા ક્લાસિસ, તમારી તૈયારીની, યાદી, કોલેજના કામની યાદી, અભ્યાસની યાદી બનાવીને રાખી શકો છો.

ઈઝી બિબ

ઈઝી બિબ એપ વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી અનેક માહિતી શોધવામાં મદદ કરે છે. એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થીઓના રિસર્ચ વર્કલોડનો ભાર ઓછો થઈ જાય છે. આ એપ તમને પ્રશ્નનો જવાબ સ્માર્ટલી આપે છે. ફક્ત આ એપમાં તમારી પુસ્તકનું નામ ટાઈપ કરવાથી જેતે પુસ્તકના વિષયની અને વ્યાખ્યા અને વિગતોની ટિડેલ્સ તમને જોવા મળશે.

માઈક્રોસોફ્ટ ઓફિસ મોબાઈલ

એન્ડ્રોઈડ યુઝર્સો માટે માઈક્રોસોફ્ટ ઓફિસ મોબાઈલ એક ગેજેટ એપ જેવું કામ કરે છે. જો તમારી પાસે લેપટોપ ન હોય તો આ એપની મદદથી તમારા મોબાઈલમાં એમએસ વર્લ્ડ, એક્સલ, પાવરપોઈન્ટ પર કામ કરી શકો છો.

ડુઓલિંગો

ડુઓલિંગો  એપ નામ સાંભળતા જ ખબર પડી જાય. અવનવી ભાષા શિખવતી એપ છે. આ એપની મદદથી તમે ફ્રેન્ચ, ઈટાલિયન, સ્પેનિશ અને પોર્ટુગિઝ જેવી ભાષાઓ સરળતાથી શિખી શકો છો. આ એપ ગેમિંગ સ્ટાઈલથી તમને ભાષા શિખવાડે છે.

સ્ક્રિબ્ડ

સ્ક્રિબ્ડ એપ એ લોકો માટે ઉપયોગી છે જેઓને વાંચનના  શોખીન હોય અને વારંવાર લાઈબ્રેરી જતા હોય જેઓને  મોંઘા પુસ્તકો ખરીદવા નથી માગતા એમને આ એપ મદદ કરે છે. આ એપમાં ઘણા બધા પુસ્તકો રહેલા છે. તમારી પસંદ નાપસંદને જાણીને તમારે કયું પુસ્તક વાંચવું એની સલાહ પણ આપે છે. યુઝર્સ આ એપમાં પુસ્તક સ્ટોર કરીને પણ રાખી શકો છો. (courtesy : gujarat samachar plus)

અતુલ એન. ચોટાઈ
(પત્રકાર અને લેખક)
રાજકોટ - ગુજરાત

No comments: