Sunday, August 9, 2009


બુદ્ધિધન વિદેશ ખેંચાઈ જવાની ચિંતા નથીઃકલામ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com M-9426201999

મુંબઈ, તા. ૮
ભારતનું બુદ્ધિધન વિદેશ ખેંચાઈ જતું હોવાની વર્ષોથી સેવાતી ચિંતાને બિનજરૂરી ગણાવતાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે જણાવ્યું હતું કે બુદ્ધિધન વિદેશ ખેંચાઈ જવા જેવું કશું જ નથી. દેશના લોકો વિકાસનું રાજકારણ સ્વીકારી રહ્યા છે અને ભારતે અણુશક્તિ સ્વબચાવ માટે જ વિકસાવી છે.
કલામે જણાવ્યું હતું કે બૌદ્ધિક પ્રતિભા ધરાવતા શ્રેષ્ઠ પ્રોફેશનલ્સ વિદેશ જતા રહેનારાની સંખ્યા ખૂબ ઓછી છે. ભારતમાં દર વર્ષે ૩૦ લાખ યુવાનો સ્નાતકો તૈયાર થાય છે. તેમાંથી મત્ર ૧૦ ટકા વિદેશ જતા રહેતા હોય તો તેને બુદ્ધિધન ખેંચાઈ જવું ન કહી શકાય. પૂર્વ રાષ્ટ્રપતિ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓ સામે ગોષ્ઠિ કરી રહ્યા હતા.

•ભારતના અણુહથિયાર સ્વબચાવ માટે જ છે, હુમલો નહીં કરવાની વિશ્વને ખાતરી આપી છેકલામે વધુમાં જણાવ્યું હતું કે ભારતના નાગરિકો હવે સમજી રહ્યા છે કે વિકાસનું રાજકારણ જ જરૂરી છે. તાજેતરના લોકસભાનાં પરિણામો દર્શાવે છે કે નાગરિકો સરકારના કાર્યોને ધ્યાનમાં લેવા લાગ્યા છે. પોખરણ-૨ અણુધડાકામાં મહત્ત્વનો ભાગ ભજવનાર કલામે અણુધડાકો કરીને પાકિસ્તાનને અણુશક્તિની રેસમાં સામેલ કરવાના ભારતના પગલાં અંગે જણાવ્યું કે ભારતે સ્પષ્ટ રીતે અણુહથિયાર પોતે પહેલું નહીં ઉગામે તેની બાંહેધરી આપી છે. આપણે સ્વબચાવ માટે જ અણુહથિયારની ક્ષમતાઓ વિકસાવી છે. અંતે તેમણે કહ્યું હતું કે વિચારશીલ યુવાનો જ દેશ અને વિશ્વમાં પરિવર્તન લાવી શકશે. સારી વિચારસરણી હશે તો સારું પરિવર્તન આવશે.
www.bsnlnewsbyashokhindocha.blogspot.com


■ સંઘરાખોરો સામે પગલાંની વડાપ્રધાનની ચેતવણી

■ દેશના ૭૦ ઓઇલ-ગેસ બ્લોક્સ માટે બિડ મંગાવાયાં

■ ઉત્તર કોરિયાનું ખાંડ ભરેલું જહાજ અટકાયતમાં

■ રાજમાતા ગાયત્રી દેવીના વસિયતની આજે જાહેરાત

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: