Monday, May 11, 2009

BSNL Latest News by Ashok Hindocha(M-9426201999)

subjectBSNl Latest News by Ashok Hindocha(M-9426201999)
mailed-bygmail.com
Images from this sender are always displayed. Don't display from now on.
hide details 5:09 PM (0 minutes ago) Reply



http://ashokhindocha.blogspot.com


-- ગુજરાતમાં ૨૦ સપ્ટે.થી મોબાઈલ પોર્ટેબિલિટી
Print E-mail Comment
Viewed 12506
Rate 4.6
Rating
Read in English







નવી દિલ્હી, તા. ૧૦
ગુજરાતીઓ માટે આગામી સપ્ટેમ્બર મહિનો યાદગાર બની રહેશે કારણ કે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૦૯થી રાજ્યમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી(એમએનપી)નો અમલ શરૂ થઈ જશે. મતલબ કે એ દિવસથી કોઈ પણ મોબાઈલ ફોનધારક તેનો નંબર બદલ્યા વિના જ ર્સિવસ પ્રોવાઈડર કંપની એટલે કે મોબાઈલ ઓપરેટર બદલાવી શકશે. આ અંગે ટેલિકોમ વિભાગે જાહેરનામું બહાર પાડી દીધું છે. ગુજરાત ઉપરાંત ચાર મહાનગરો-દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ-અને મહારાષ્ટ્રમાં પણ એમએનપીનો એ જ દિવસથી અમલ થઈ જશે.
મોબાઈલ ફોનનંબર બદલ્યા વિના ર્સિવસ પ્રોવાઈડર બદલી શકાશે
ટેલિકોમ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં કહ્યું છે કે ‘મોબાઈલ નંબર પોર્ટેબિલિટીનો અમલ લાઈસન્સ જારી કરાયું છે તેવા ઝોન-૧ના દિલ્હી, મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાત ર્સિવસ એરિયા અને ઝોન-૨માં આવતા કોલકાતા, તમિળનાડુ, ચેન્નઈ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક ર્સિવસ એરિયામાં લાઈસન્સ જારી કરાયાના છ મહિનામાં એટલે કે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૦૯ સુધીમાં અને દેશના બાકીના ભાગોમાં ૨૦ માર્ચ, ૨૦૧૦ સુધીમાં અમલ કરવાનો રહેશે.’
મોબાઈલ નંબર પોર્ટેબિલિટી ર્સિવસ પૂરી પાડવા માટે ઝોન-૧ માટે સાઈનિવર્સ ટેક્નોલોજીઝને અને ઝોન-૨ માટે એમએનપી ઈન્ટરકનેક્શનને ટેલિકોમ વિભાગે લાઈસન્સ જારી કર્યા છે. ટેલિકોમ વિભાગે આ ઉપરાંત કહ્યું છે કે એમએનપી સંબંધિત ટ્રાન્ઝેક્શન ફી સહિતના વિવિધ ચાર્જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(ટ્રાઈ) દ્વારા નક્કી કરવામાં આવશે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે આ ચાર્જિસ રૂ. ૩૦૦થી ઓછા હશે અને ર્સિવસ પ્રોવાઈડર બદલવા માટે માત્ર બે દિવસનો સમય જ લાગશે.
ટ્રાઈએ એમએનપી સંબંધિત ચાર્જ ઓછા રાખવા પર ખાસ ભાર મૂક્યો છે, કારણ કે ચાર્જ ઓછો હશે તો જ ગ્રાહકો તેનો લાભ લેવા માટે પ્રોત્સાહિત થશે અને ર્સિવસ પ્રોવાઈડર બદલશે અને એ જ બાબત ટેલિકોમ કંપનીઓ માટે પણ બિઝનેસનું યોગ્ય મોડેલ બની રહેશે.
ક્યાં રાજ્યોમાં અમલ
ઝોન-૧
ગુજરાત
દિલ્હી
મુંબઈ
મહારાષ્ટ્ર
ઝોન-૨
કોલકાતા
ચેન્નઈ
તમિળનાડુ
આંધ્રપ્રદેશ
કર્ણાટક


More News From : National

■2010માં દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણીઓ યોજાશે

■નરેન્દ્ર મોદી ગુનેગાર છે અને નીતીશ તેમનો સાથ આપી રહ્યા છે : લાલૂ પ્રસાદ

■છત્તીસગઢમાં નક્સલી હુમલો : 12 જવાન શહીદ

■કેન્દ્રમાં સરકાર રચવાના મુદ્દે ચૂંટણી બાદ નિર્ણય : બુદ્ધદેવ

More News



Comment

Write Here

Name : Location :
E-mail :





http://bsnlnewsbyashokhindocha.blogspot.com
ashokhindocha-Rajkot



Reply Reply to all Forward


ashok hindocha hindochaLoading...5:09 PM (0 minutes ago)

No comments: