Saturday, May 23, 2009

Gujarati Latest News-Inf, By ashok Hindocha(M-9426201999)

મનમોહનની ૧૯ પ્રધાનો સાથે તાજપોશી
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

નવી દિલ્હી, તા. ૨૨
ડો. મનમોહનસિંહે આજે દેશના વડાપ્રધાન તરીકે સતત બીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા હતા. મનમોહનસિંહ સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સત્તામાં ફરી આવનાર જવાહરલાલ નેહરુ પછીના પ્રથમ વડાપ્રધાન છે. રાષ્ટ્રપતિભવનના અશોક હોલ ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે ડો. સિંહને અને તેમની કેબિનેટના અન્ય ૧૯ સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પોતાની માગણીઓ ન સંતોષતા ડીએમકેએ શપથવિધિ સમારોહનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી પણ છેવટે તેમને મનાવી લેવાતાં ડીએમકેના સાસંદોએ શપથવિધી સમારોહમાં હાજરી આપી હતી જ્યારે કરૃણાનિધી સહિતના વરિષ્ઠ નેતાઓ ચેન્નાઈ રવાના થઈ ગયા હતા.

•પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કર્યા બાદ સત્તાવાપસી કરનારા નેહરુ પછીના પ્રથમ વડાપ્રધાન•પ્રણવ, પવાર, ચિદમ્બરમ્, મમતા, ગુલામનબી સહિત ૧૯ પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા•કોંગ્રેસે માગણીઓ ન સંતોષતા ડીએમકે દ્વારા શપથવિધિ સમારોહનો બહિષ્કાર
૭૬ વર્ષીય મનમોહનસિંહે અંગ્રેજીમાં શપથ લીધા હતા. ત્યાર બાદ પ્રણવ મુખર્જી, એનસીપીના વડા શરદ પવાર, એ. કે. એન્ટોની, પી. ચિદમ્બરમ્, મમતા બેનર્જી, એસ. એમ. ક્રિષ્ના, ગુલામનબી આઝાદ, વીરપ્પા મોઈલી સહિત ૧૯ સાંસદોએ કેબિનેટ કક્ષાના પ્રધાનો તરીકે ક્રમશઃ શપથ લીધા હતા.
મમતા બેનર્જી, સી. પી. જોશી અને એસ. એમ. ક્રિષ્ના કેબિનેટમાં નવા ચહેરા હતા જ્યારે અગાઉની કેબિનેટમાંથી અર્જુનસિંહ અને એચ. આર. ભારદ્વાજ સહિત ચાર વરિષ્ઠ પ્રધાનોનું પત્તું કપાયું હતું. ગત સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાનો રહેલા આનંદ શર્મા અને બી. કે. હેન્ડિકને આ વખતે બઢતી મળી છે. આજે શપથ લેનારા અન્ય પ્રધાનોમાં એસ. જયપાલ રેડ્ડી, કમલનાથ, વ્યાલાર રવિ, મીરા કુમાર, મુરલી દેવરા, કપિલ સિબ્બલ, અંબિકા સોની અને સુશીલકુમાર શિંદેનો સમાવેશ થતો હતો.
પ્રધાનપદની ફાળવણી અને પોર્ટફોલિયોના મુદ્દે ડીએમકે સાથે કોંગ્રેસની વાટાઘાટો નિષ્ફળ રહેતાં માત્ર ૧૯ પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા હતા. પ્રધાનોનું બીજું જૂથ તેનાથી મોટું રહેશે જે મંગળવારે શપથ ગ્રહણ કરે તેવી ધારણા છે. પ્રધાનોને ખાતાંની ફાળવણી અંગે ઘોષણા બે-ત્રણ દિવસમાં કરાશે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે યુપીએ દ્વારા કરાયેલી ઓફર ડીએમકે સ્વીકારી લેશે.
દરમિયાન, કોંગ્રેસે જણાવ્યું હતું કે કેબિનેટમાં વ્યક્તિગત સમાવેશના મામલે પક્ષને કોઈ નારાજગી નથી. સંબંધિત પક્ષનો આ વિશેષાધિકાર છે. કોને કેબિનેટમાં લેવા અને કોને ન લેવા તે અંગે ફેંસલો સંબંધિત પક્ષ જ કરી શકે. એવા અહેવાલ હતા કે ડીએમકેના ટી. આર. બાલુ અને એ. રાજાના સમાવેશ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો.
સોનિયા ગાંધીએ ખાતાંની ફાળવણીના મામલે મડાગાંઠ અંગે આજે પણ વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ૭, રેસક્રોસ રોડ ખાતે યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલ પણ હાજર રહ્યા હતા.
કોંગ્રેસે ડીએમકેના દબાણને ફગાવી દઈને તેની માગણી સમક્ષ નહીં ઝુકવાનો નિર્ણય કર્યો છે. જો કે ડીએમકેને કેબિનેટમાં સામેલ કરવાની કવાયત હજુ પણ ચાલી રહી હોવાના અહેવાલ છે. ડીએમકેના ટોચના નેતાઓ ચેન્નાઈ જવા રવાના થયા હતા જ્યાં તેઓ કોંગ્રેસની ઓફર પર ચર્ચા કરશે. દિલ્હીથી રવાના થતા પહેલા કરુણાનિધિએ પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસે ખાતાંઓની ફાળવણી અંગે એક ફોર્મ્યુલા આપી હતી પરંતુ અમે સહમત ન હતા.

પ્રધાન સંભવિત મંત્રાલય
પ્રણવ મુખર્જી નાણાં
પી. ચિદમ્બરમ્ ગૃહ
એસ. એમ. ક્રિષ્ના વિદેશ
મમતા બેનર્જી રેલવે
એ. કે. એન્ટોની સંરક્ષણ
કમલનાથ વાણિજ્ય-ઉદ્યોગ
કપિલ સિબ્બલ કાયદા
વીરપ્પા મોઇલી માનવ સંસાધન વિકાસ
ગુલામનબી આઝાદ સંસદીય બાબતો
વ્યાલાર રવિ ઓવરસીઝ અફેર્સ
મીરા કુમાર સામાજિક ન્યાય
સી. પી. જોશી ગ્રામીણ વિકાસ

More News From : National

■ પ્રણવ મુખરજી નાણાપ્રધાન, એસ એમ કૃષ્ણા વિદેશ પ્રધાન

■ પ્રથમ લોકસભા બેઠક 1 જૂને યોજાશે

■ મનમોહને સિનિયર સિટીઝન્સને મહત્ત્વ આપ્યું

■ શપથ લેનારાઓમાં મમતા સૌથી નાની વયના

More News

Most Popular Read E-mailed Commented

■ સર્જરી દ્વારા કૃત્રિમ સૌંદર્ય મેળવનાર બોલીવુડની અભિનેત્રીઓ

■ મનમોહનની ૧૯ પ્રધાનો સાથે તાજપોશી

■ ભાજપના નેતા સંજય જોશીની અચાનક ગુજરાતની મુલાકાતથી રાજકીય ઉત્તેજના

■ યુસુફ પઠાણ અમદાવાદની ટીમનો આઇકન પ્લેયર

More News


■ વિવિધ પ્રકારના મીટરના ઉપયોગો

■ સર્જરી દ્વારા કૃત્રિમ સૌંદર્ય મેળવનાર બોલીવુડની અભિનેત્રીઓ

■ વજન ઘટાડવામાં અવરોધરૃપ બાબતો

■ એક સનાતન પ્રશ્ન ?

More News


■ ધો.૧૦ ICSEમાં શહેરનો વ્રજ શાહ રાજ્યમાં પ્રથમ

■ ગોધરા કાંડઃ અશોક ભટ્ટ શંકાના દાયરામાં

■ યુએને પાકિસ્તાનમાં વિસ્થાપિતો માટે ૫૪.૩ કરોડ ડોલરની સહાય માગી

■ જેટલીને બ્રહ્મજ્ઞાન લાદ્યુ, બે મોરચા બનવાથી કોંગ્રેસ જીતી

More News



Today's Supplement

■ ચાલો, અભયારણ્ય જોવા જઈએ...

■ પંખાની શોધ કેવી રીતે થઈ ?

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: