Friday, May 22, 2009

Gujarti News-Income Tax will be increased-News-inf. by Ashok Hindocha(m-9426201999)

નવી સરકારના પહેલા બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

નવી દિલ્હી, તા.૨૧
મનમોહનસિંહ સરકારની આજે તાજપોશી થશે અને એ સાથે જ દેશમાં નવી સરકાર કાર્યરત થશે. આ સરકાર માટે સૌથી મહત્ત્વનાં જે કાર્યો છે તેમાં એક બજેટ પણ છે અને સંસદના આગામી સત્રમાં નવી સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર સંપૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે ઘણી બધી રાહતો જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. યુપીએને મજબૂત બહુમતી મળ્યા બાદ નવી સરકાર લોકોના વિશ્વાસને જાળવી રાખવા બજેટમાં કેટલાક નક્કર પગલાં લઈને લોકોને ખુશ કરવાની યોજના ધરાવે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કરમુક્તિ મર્યાદા વર્તમાન ૧.૫૦ લાખથી વધારીને ૧.૭૫-૨ લાખ સુધી કરવામાં આવે તેવી સંભાવના છે. પ્રત્યક્ષ કરવેરામાં ફ્રીન્ઝ બેનિફીટ ટેક્સને દૂર કરવામાં આવે તેવી પણ શક્યતા છે. જો આ પગલાં લેવામાં આવશે તો બંને પગલાં મારફતે આશરે ૧૦,૦૦૦ કરોડના ટેક્સ દૂર થશે. આ સંદર્ભમાં દરખાસ્તો સક્રિય વિચારણા હેઠળ છે.

•નોકરિયાતોને રૃ. ૧૦ હજાર કરોડની રાહતો અપાશેનાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ આ મુજબની માહિતી આપી છે. ફ્રીન્ઝ બેનિફીટ ટેક્સને ખેંચી લેવાની સાથે સાથે કરવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવાની બાબત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મોટી સંખ્યામાં મધ્યમ વર્ગના લોકોને આ રીતે રાહત આપી શકાય છે. છઠ્ઠા પગાર પંચના બાકીના ૬૦ ટકા પગાર એરિયર્સને જારી કરવાની સરકાર તૈયારીમાં છે ત્યારે લોકોના હાથમાં જંગી રકમ રહેશે. ફ્રીન્ઝ બેનિફીટ ટેક્સને દૂર કરવા ઉપર પણ વાણિજ્ય મંત્રાલય દ્વારા વિચારણા ચાલી રહી છે. વ્યાજદર સબસિડી ચાલુ રાખવાની માંગ પણ ઊઠી રહી છે. વ્યાજદર સબસિડીને વર્તમાન ૨ ટકાથી વધારીને ૪ ટકા કરવાની હિલચાલ છે.
નાણાં મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું છે કે એક્સાઈઝ ડયૂટીમાં વધુ કાપની કોઈ શક્યતા દેખાતી નથી.આ ઉપરાંત કસ્ટમ અથવા તો ર્સિવસ ટેક્સમાં કાપની કોઈ શક્યતા દેખાતી નથી. કારણ કે પરોક્ષ કરવેરા વસૂલાતમાં ઘટાડો નોંધાયો છે. નાણાકીય અંતર સતત વધી રહ્યું છે જેથી મહેસૂલના પ્રવાહને જાળવી રાખવાની બાબત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નિકાસલક્ષી યુનિટોને ટેક્સ રાહતો આપવાની દરખાસ્ત પણ વિચારણા હેઠળ છે. નાણાં મંત્રાલયને સોંપવામાં આવેલી તેમની દરખાસ્તમાં ઈન્ડસ્ટ્રી ચેમ્બરે બજેટમાં પગલાં સહિત સરકાર સમક્ષ ઘણી રજૂઆતો કરી છે. મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. વધારાની માંગ ઉભી કરવાની પણ રજૂઆત કરાઈ છે.
* આવકવેરોઃ આવકવેરા મુક્તિ મર્યાદા રૃ.૧.૭૫ લાખથી ૨ લાખ સુધી કરાશે
* ફ્રીન્ઝ બેનિફીટ ટેક્સઃ ફ્રીન્ઝ બેનિફીટ ટેક્સને પાછો ખેંચી લેવાની તૈયારી.
* એક્સાઈઝ-કસ્ટમ્સ-ર્સિવસ ટેક્સઃ આ ત્રણેય કરવેરામાં વધુ કાપની શક્યતા નથી.
* યોજનાઓઃ વિકાસની યોજનાઓ પર ભાર અને સામાન્ય લોકો માટેની યોજનાઓને પ્રોત્સાહન અપાશે.
* નિકાસ-મૂડીરોકાણઃ નિકાસલક્ષી એકમોને રાહતો લંબાવાશે, મૂડીરોકાણને પ્રોત્સાહન


More News From : National

■ વડાપ્રધાન મનમોહન સિંઘ સાથે 19 મંત્રીઓ શપથ ગ્રહણ કરશે

■ મહારાષ્ટ્ર : નક્સલી હુમલામાં 16 પોલીસકર્મચારી શહીદ

■ કસાબના વકીલ કાઝમીની ઘટનાસ્થળના નિરીક્ષણની અપીલ ફગાવાઈ

■ ડીએમકે સરકારમાં નહીં જોડાય

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: