Thursday, May 7, 2009

Gujarati News-by Ashok Hindocha(M-9426201999_

થોભો, વિચારો અને આગળ વધો(અંતરનો એક તાર )
Print E-mail Comment
Viewed 356
Rate 3.0
Rating

http://bsnlnewsbyashokhindocha.blogspot.com






ટ્રાફિક સિગ્નલમાં લાલ સિગ્નલ દેખાતાં જ વાહનને બ્રેકમારીને રોકી દેવું પડતું હોય છે. ત્યાર બાદ બે મિનિટ રોકાઈ યલો સિગ્નલ બાદ લીલી લાઈટ થયા પછી આગળ વધતા હોઈએ છીએ. જીવનમાં પણ આવા સિગ્નલના નિયમોને અનુસરવું આપણા માટે હિતાવહ છે. આપણા મનના પૂરઝડપે દોડી રહેલા વિચારો અને આવેશોની ગતિને આપણે રોકતા શીખવું પડશે. ત્યાર બાદ એના ઉપર થોડો સમય વિચાર કરી પછી આગળ વધવું જોઈએ. આ રીતે આપણા વિચારોના ટ્રાફિકને નિયંત્રિત અને સુવ્યવસ્થિત રાખવા ‘જીંર્ૅ, ્રૈહા શ્ ય્ર્’ના સિગ્નલોનું આપણે પાલન કરવું રહ્યું ! એકવીસમી સદીમાં જેટની ગતિએ આગળ વધતો માણસ આજે ભારે ચિંત્ ાા અને અસલામતી અનુભવી રહ્યો છે. આજે ગમે તે ભોગે અને બને તેટલા ઓછા સમયમાં વધુ ને વધુ ધનવાન બનવાની હરીફાઈમાં લોકો ઊતર્યા હોય એમ લાગે છે. જીવનની આ આંધળી દોટમાં ક્યારેક માણસે ખુદ જિંદગીથી હાથ પણ ધોઈ નાખવા પડતા હોય છે. વ્યર્થની આ ભાગદોડ ચિંતા, ઈર્ષ્યા-દ્વેષ તથા નેગેટિવ વૃત્તિઓને કારણે હાઈ બી.પી., ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉન, હૃદયરોગ તથા અનેક પ્રકારની માનસિક બીમારીઓનો આંક દિવસે ને દિવસે વધુ ને વધુ ઊંચો જતો જાય છે. આજે આપણે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ, કોઈ ડોક્ટર હોય કે વકીલ, પ્રોફેસર હોય કે વૈજ્ઞાાનિક, એન્જિનિયર હોય કે વેપારી, અધિકારી હોય કે સામાન્ય કર્મચારી સહુ કોઈ આવતી કાલની ચિંતા અને વિવિધ પ્રકારના અકારણ ભયથી ગ્રસ્ત હોઈએ છીએ. મનોવૈજ્ઞાાનિક જેમ્સ કહે છે કે, વર્તમાન અને ભવિષ્યની નિરર્થક ચિંતાઓ તથા વ્યર્થની ભાગદોડ, હરીફાઈની ભાવના અને મનમાં છુપાયેલા વિવિધ પ્રકારના ભયના કારણે શરીરના સમગ્ર નાડીતંત્ર ઉપર ભારે દબાણ થતું હોય છે. જેને કારણે અનેક પ્રકારના માનસિક રોગો થતા હોય છે, જે અકાળ મૃત્યુનું કારણ બનતા હોય છે. જીવનના આ કટુસત્યને આપણે ખૂબ સારી રીતે જાણતા હોઈએ છીએ, પરંતુ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનની જેમ ઉપર કહ્યું તે પ્રમાણેના જીવનના સિગ્નલોની પણ આપણે અવગણના કરતાં હોઈએ છીએ. દુનિયાદારીમાં તો આવું બધું ચાલ્યા કરે, એમ કહી મનને મનાવી લેતાં હોઈએ છીએ, પરંતુ હવે સાવધાન થવાનો સમય આવી પહોંચ્યો છે. ‘થોભો, વિચારો અને આગળ વધો’ એ સૂત્રને અપનાવી આગળ વધવાની આપણને સહુને આ છેલ્લી ચેતવણી છે.



More News From : Columnist

■ પ્રાદેશિક પક્ષોએ રાષ્ટ્રીય પક્ષોની હાલત બગાડી નાંખી છે

■ સેનાપતિની જરૃર, દરબારી દૂતની નહીં

■ બીએસએનએલ આટલું વિચારે તો...

■ અભિ અને એશની સાથે વિવેક !!

More News

http://ashokhindocha.blogspot.com

No comments: