Friday, June 5, 2009

10th Result Declared-Congratulations to all-Inf. By Ashok Hindocha (m-9426201999)

alt=""id="BLOGGER_PHOTO_ID_5343774595320453090" />
SWATI KARIA-OF RAJKOT Got 10 th Rank in Board Exam
Congratulations to all-Ashok Hindocha(M-9426201999)
ધો.૧૦નું ૫૬.૪૩ ટકા પરિણામ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

અમદાવાદ, તા. ૪

આ વખતે પ્રમાણમાં સરળ પ્રશ્નપત્રો કાઢી નબળા અને સરેરાશ વિદ્યાર્થીઓેને પાસ થવાની તક વધારવાની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી છતાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલું ધો.૧૦નું પરિણામ ૫૬.૪૩ ટકા આવ્યું છે, જે અપેક્ષા કરતાં નબળું છે. ૨૦૦૮માં ધો. ૧૦નું પરિણામ ૬૩.૫૮ ટકા હતું. જેની સરખામણીએ આ વર્ષે ૭.૧૫ ટકા પરિણામ ઓછું આવ્યું છે. આ વખતે ૭,૬૮,૦૪૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેમાંથી ૪,૩૩,૩૮૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. અમરેલીની દીપક હાઇસ્કૂલનો વિદ્યાર્થી ધામેચા સાગર દીપકભાઇ ૯૬.૯૨ ટકા સાથે બોર્ડમાં પ્રથમ આવ્યો છે. આણંદ જિલ્લાનું સૌથી વધુ ૭૯.૯૬ ટકા અને પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું ૪૩.૯૬ ટકા પરિણામ આવ્યું છે. કેન્દ્રોમાં સૌથી વધારે પરિણામ જામકંડોરણાનું અને સૌથી ઓછું નર્મદા જિલ્લાના નેત્રંગનું આવ્યું છે. ટોપટેનમાં આવેલા ૩૨ વિદ્યાર્થીઓમાં અમદાવાદના નવનો સમાવેશ થાય છે.

૮૦ હજાર વિદ્યાર્થી વધુ બેઠા છતાં ૩૯૭૩ ઓછા પાસ થયા
ટોપટેનમાં ૨૦ વિદ્યાર્થીઓ અને ૧૨ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે ૮૦ હજાર વિદ્યાર્થીઓ વધુ બેઠા હતા છતાં ૩૯૭૩ ઓછા પાસ થયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આજે અમદાવાદના શાહીબાગ સરકીટ હાઉસ ખાતે શિક્ષણમંત્રી રમણલાલ વોરાએ જાહેર કર્યું હતું. એસએસસીનું પરિણામ ૫૬.૪૩ ટકા જાહેર થયું છે. વર્ષ ૨૦૦૮માં પરિણામ ૬૩.૫૮ ટકા હતું. તે સમયે ૬,૮૭,૯૧૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, તેમાંથી ૪,૩૭,૩૬૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. એટલે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે ૮૦,૧૨૫ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં ૩૯૭૩ વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા છે. જેના કારણે શિક્ષણની ગુણવત્તાને લઇને અનેક પ્રશ્નો ઊભા થયા છે. નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી ૬૩.૬૭ ટકા આવી છે. જિલ્લાઓની દૃષ્ટિએ પરિણામનું મૂલ્યાંકન કરીએ તો સૌથી વધારે પરિણામ આણંદ જિલ્લાનું ૭૯.૯૬ ટકા અને સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું ૪૩.૯૬ ટકા આવ્યું છે. કેન્દ્રની રીતે પરિણામની સરખામણી કરીએ તો સૌથી વધારે પરિણામ જામકંડોરાણાનું ૯૩.૮૧ ટકા અને સૌથી ઓછું પરિણામ નર્મદા જિલ્લાના નેત્રંગનું ૧૧.૧૩ ટકા આવ્યું છે. રાજ્યમાં પ્રથમ નંબરે અમરેલીની દીપક હાઇસ્કૂલનો વિદ્યાર્થી ધામેચા સાગર દીપકભાઇ આવ્યો છે. તેણે કુલ ૬૫૦ ગુણમાંથી ૬૩૦ ગુણ સાથે ૯૬.૯૨ ટકા મેળવ્યાં છે. રાજ્યમાં પ્રથમ દસમાં કુલ ૩૨ વિદ્યાર્થીઓ આવ્યા છે, તેમાંથી ૨૦ વિદ્યાર્થીઓ અને ૧૨ વિર્દ્યાિથનીઓનો સમાવેશ થાય છે. આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિર્દ્યાિથનીઓ વધારે સંખ્યામાં પાસ થઇ છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ વિર્દ્યાિથનીઓ કરતાં ઊંચુ આવ્યું હતું. આ વર્ષે વિદ્યાર્થીઓનું પરિણામ ૫૩.૩૯ ટકા અને વિર્દ્યાિથનીઓનું પરિણામ ૬૧.૫૩ ટકા આવ્યું છે. માધ્યમ પ્રમાણે પરિણામ જોઇએ તો આ વર્ષે વધુ એકવાર અંગ્રેજી માધ્યમનું પરિણામ વધારે આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૨.૨૯ ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૨.૩૪ ટકા આવ્યું છે. એક વિષયમાં ૮૩,૫૬૯ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ઉચ્ચ ટકાવારી સાથે ૮૫,૫૮૬ વિદ્યાર્થીઓ અને પ્રથમ વર્ગ સાથે ૯૭,૩૫૭ વિદ્યાર્થીઓ આવ્યા છે. મુખ્ય વિષયોમાં સૌથી ઓછું પરિણામ વિજ્ઞાાન અને ટેકનોલોજી વિષયનું ૭૦.૮૪ ટકા આવ્યું છે. ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૩૫૯ છે અને ૩૦ ટકાથી ઓછંુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૧૨૩૬ છે.


સાગર દીપકભાઈ ધામેચા
૯૬.૯૨%
દીપક હાઈસ્કૂલ, અમરેલી


જય ઉમેશકુમાર ચાવડા
૯૬.૩૧%
શ્રી જી. કે. ધોળકિયા હાઈસ્કૂલ, રાજકોટ


ઉત્કર્ષ હિતેષભાઈ પટેલ
૯૬.૧૫%
દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલ, આણંદ


તરંગ કિરણભાઈ શાહ
૯૬.૦૦%
એલેમ્બિક વિદ્યાલય, વડોદરા


પાર્થ વિનોદભાઈ સખિયા
૯૬.૦૦%
શ્રી જી. કે. ધોળકિયા હાઈસ્કૂલ, રાજકોટ


ઉર્વી રમેશભાઈ કગથરા
૯૫.૮૫%
શ્રી જી. કે. ધોળકિયા હાઈસ્કૂલ, રાજકોટ


યશ સંદીપભાઈ શાહ
૯૫.૬૯%
શેઠ સી. એન. વિદ્યાલય, અમદાવાદ
(અમદાવાદમાં પ્રથમ)


રોઝમિન સિરાજભાઈ પટેલ
૯૫.૬૯%
રુકમણિદેવી વિદ્યાલય, ભરૃચ


અદિતિ રમેશચંદ્ર વાછાણી
૯૫.૬૯%
શ્રી એન. પી. ભાલોડિયા હાઈસ્કૂલ, જૂનાગઢ


ર્દિષત મનસુખભાઈ પાનસુરિયા
૯૫.૫૪%
પી. પી. સવાની વિદ્યાભવન, સુરત


ખુશ્બૂ પરેશભાઈ ભાવસાર
૯૫.૩૮%
શેઠ સી. એન. વિદ્યાલય, અમદાવાદ
(અમદાવાદમાં દ્વિતીય)


શ્રેયા કિરીટકુમાર વોરા
૯૫.૩૮%
શ્રી ગટ્ટુ વિદ્યાલય, ભરૃચ


દર્શ યોગેશભાઈ શાહ
૯૫.૩૮%
સરદાર વલ્લભ વિદ્યાલય, વડોદરા


ર્હાિદ કમલેશભાઈ શુક્લા
૯૫.૨૩%
એચ. બી. કાપડિયા હાઈસ્કૂલ, અમ.
(અમદાવાદમાં તૃતીય)


જય જિગ્નેશભાઈ માંડણકા
૯૫.૨૩%
શેઠ સી. એમ. હાઈસ્કૂલ, ગાંધીનગર


રિયા કિરણકુમાર દોશી
૯૫.૨૩%
જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલય, સુરત


હેલી દત્તેશકુમાર મહેતા
૯૫.૨૩%
રિલાયન્સ સ્કૂલ, વડોદરા


અંકિતા ભરતભાઈ રામાણી
૯૫.૨૩%
કે. સી. કોઠારી માધ્યમિક શાળા, સુરત


ભૌમિક અશિતભાઈ શાહ
૯૫.૨૩%
શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ, ભાવનગર


ચાર્મી ભરતકુમાર કડેચા
૯૫.૨૩%
જી. કે. ધોળકિયા હાઈસ્કૂલ, રાજકોટ

૧૦
મારગેશ નવીનચંદ્ર પટેલ
૯૫.૦૮%
વિદ્યાનગર હાઈસ્કૂલ અમદાવાદ
(અમદાવાદમાં ચોથા)

૧૦
શાલીન દિલીપભાઈ ભટ્ટ
૯૫.૦૮%
શેઠ સી. એન. વિદ્યાલય, અમદાવાદ
(અમદાવાદમાં ચોથા)

૧૦
દીપલ રમેશભાઈ કોલાડિયા
૯૫.૦૮%
સર્વોદય વિદ્યામંદિર, અમદાવાદ
(અમદાવાદમાં ચોથા)

૧૦
કિશન હેમંતકુમાર પટેલ
૯૫.૦૮%
સાગર વિદ્યાલય, અમદાવાદ
(અમદાવાદમાં ચોથા)

૧૦
રોનીલ અજયભાઈ કોઠારી
૯૫.૦૮%
ધી એચ.બી.કે. હાઈસ્કૂલ,અમદાવાદ
(અમદાવાદમાં ચોથા)

૧૦
ગૌરવ રામકુમાર અગ્રવાલ
૯૫.૦૮%
ધી એચ.બી.કે. હાઈસ્કૂલ,અમદાવાદ
(અમદાવાદમાં ચોથા)

૧૦
ચૈતન્ય મહેશભાઈ પટેલ
૯૫.૦૮%
એલેમ્બિક વિદ્યાલય, વડોદરા

૧૦
દીપ જીતેશકુમાર શાહ
૯૫.૦૮%
અલેમ્બિક વિદ્યાલય, વડોદરા

૧૦
દર્પેન લાલજીભાઈ ગજેરા
૯૫.૦૮%
પી. પી. સવાની વિદ્યાભવન, સુરત

૧૦
પાર્થ રમેશભાઈ ધનાણી
૯૫.૦૮%
પી. પી. સવાની વિદ્યાભવન, સુરત

૧૦
એકતા દિનેશભાઈ દવે
૯૫.૦૮%
જી. કે. ધોળકિયા હાઈસ્કૂલ, રાજકોટ

૧૦
સ્વાતિ જિતેન્દ્રકુમાર કારિયા
૯૫.૦૮%
વિ. જે. મોદી હાઈસ્કૂલ, રાજકોટ


More News From : Ahmedabad City

■ અમદાવાદનું ધો.૧૦નું ૬૫.૦૯ ટકા પરિણામ

■ ઈન્ફોસિટીમાં ગેરકાયદે ૫૦ દુકાનો સીલ કરતાં ખળભળાટ

■ ધો.૧૦માં ચોથી વખત નાપાસ થતાં કિશોરીએ ગળે ફાંસો ખાધો

■ રાજ્યના ૪૦ તાલુકામાં વિજ્ઞાાનની ગ્રાન્ટેડ શાળાઓ ચાલુ કરાશે

http://ashokhindocha.blogspot.com

No comments: