Wednesday, June 10, 2009

Latest Gujarati News by Ashok Hindocha (M-9426201999)

રોજગાર આપવાની બાબતમાં ભારત વિશ્વભરમાં શ્રેષ્ઠ
www.bsnlnewsbyashokhindocha.blogspot.com
નવી દિલ્હી, તા.૯

આર્થિક મંદીના કારણે વૈશ્વિક શ્રમ બજારને મરણતોલ ફટકો પડયો હોવા છતાં રોજગાર આપવાની બાબતમાં ભારત સર્વશ્રેષ્ઠ સ્થળ છે અને રોજગાર મેળવવા ઈચ્છતા લોકોને ભારતમાં સૌથી વધારે તક રહેલી છે તેમ વૈશ્વિક સ્ટાફિંગ ર્સિવસ કંપની મેન પાવરે તેના સર્વેમાં જણાવ્યું છે.૧૯ ટકા ભારતીય કંપનીઓ આગામી ત્રણ મહિના માટે હકારાત્મક ભરતી યોજના ધરાવે છ તેવું આ સર્વેમાં જણાવાયું છે.

મેન પાવર એમ્પ્લોયમેન્ટ આઉટબુકે ૩૪ દેશોને આવરી લેતાં કરેલાં સર્વે મુજબ જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ૧૯ ટકા ભારતીય ઉદ્યોગપતિઓએ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં વધુ રોજગારી ઊભી થાય તેવા પગલાં લઇ રહ્યું હોવાનં જણાવ્યું હતું. સર્વે હેઠળ આવરી લેવાયેલા ૩૪ દેશોમાંથી માત્ર ૧૧ દેશો જ રોજગારી ઊભી કરવાની બાબતમાં હકારાત્મક અભિગમ અપનાવી રહ્યાં છે. મેન પાવર એમ્પ્લોયમેન્ટ આઉટબુક ભારત સ્થિત મેનેજીંગ ડીરેક્ટર નરેશ મલ્હાને કહ્યું હતું કે ભારતમાં આર્થિક મંદી વચ્ચે ચાલુ ત્રિમાસિક ગાળાનાં પરિણામો સકારાત્મક આવ્યાં છે.

૩૪ દેશોના સર્વેનું તારણ
સર્વેમાં ભારતના ૩૦ શહેરોમાંથી ૪૮૦૦ કંપનીના માલિક કમ શેઠને આવરી લેવામાં આવ્યા હતા. વિભાગ પ્રમાણે સરખામણી કરવામાં આવે તો જાહેર સાહસો-સરકારી અને શિક્ષણ રોજગારી માટે સર્વશ્રેષ્ઠ ક્ષેત્ર પુરવાર થયા છે. જ્યારે મેન્યુફેક્ચિંરંગ, વેપાર અને ખાણ જેવા ક્ષેત્રે પણ રોજગારી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા ક્ષેત્ર તરીકે ઊભરી આવ્યાં છે.

મલ્હાને ભારપૂર્વક કહ્યું હતું કે મંદીની મોસમમાં અન્ય દેશોની સરખામણીમાં ભારત પર ઓછી અસર થઇ છે. ૨૦૦૮ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતમાં સૌથી વધુ લોકોને રોજગારી મળી હતી.

જાહેર સાહસો અને સરકારી નોકરી સર્વશ્રેષ્ઠ તરીકે ઊભરી આવવા પાછળનું મહત્ત્વનું પરિબળ ભવિષ્યની સુરક્ષા અને વિકાસની સંભાવના છે. સર્વે મુજબ નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ચીન ૩ ટકા, અમેરિકા ૨ ટકા અને યુકે ૬ ટકાનો રેશિયો ધરાવે છે. ભારત બાદ સૌથી વધુ ૧૦ ટકાના દર સાથે નોર્વે બીજા સ્થાને અને ૯ ટકા સાથે પોલેન્ડ ત્રીજા સ્થાને છે.



More News From : National

■ શિક્ષણ ક્ષેત્રે વિસ્તૃત પીપીપી માળખુ તૈયાર કરાશે : કપિલ સિબ્બલ

■ માત્ર દસ વર્ષની બાળકીએ કસાબને ઓળખી બતાવ્યો

■ કાનપુરની કોલેજોમાં વિદ્યાર્થિનીઓ અને અધ્યાપિકાઓ પર ડ્રેસ કોર્ડ લાગૂ

■ મુંબઈ પોલીસ ટ્રેન બ્લાસ્ટના આરોપી મદનીની પુછપરછ હાથ ધરશે

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: