Tuesday, June 30, 2009

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

ચા પાણીથી પણ વધુ આરોગ્યપ્રદ પીણું
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

લંડન, તા.૨૯
ચાના રસિયાઓ માટે આ એક સારા સમાચાર છે. બ્રિટિશ સંશોધકોનું કહેવું છે કે, રોજની ત્રણ કે તેથી વધુ કપ ચા પીવી એ શરીર માટે પૂરતી માત્રામાં પાણી પીવા જેટલું લાભકારક છે. એટલું જ નહીં, સ્વાસ્થ્ય માટે ચા વધુ ફાયદાકારક પણ સાબિત થઇ શકે છે.
યુરોપિયન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રસિદ્ધ થયેલા સંશોધનના તારણોમાં એવી સામાન્ય માન્યતાને રદિયો આપવામાં આવ્યો છે કે ચા શરીરમાંથી પાણી શોષી લે છે. ઊલટાનું તારણોમાં તો એમ જણાવાયું છે કે ચા શરીરને જરૃરી પૂરતી માત્રામાં પાણીની ગરજ સારે છે. વળી, હૃદયરોગ તેમ જ કેટલાક કેન્સર સામે પણ ચા રક્ષણ પૂરું પાડે છે.

•રોજની ત્રણ-ચાર કપ ચા પીવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે•ચા શરીરમાંથી પાણી શોષી લેતી હોવાની માન્યતાને બ્રિટિશ સંશોધકોનો રદિયો
નિષ્ણાતોના મતે, ચામાં રહેલું ફ્લેવોનોઇડ નામનું તત્ત્વ તંદુરસ્તી માટે ખૂબ જ લાભકારક છે. આ પ્રકારના પોલીફેનોલ એન્ટિઓક્સિડન્ટ્સ ચાની પત્તી સહિત ઘણાં ખાદ્ય પદાર્થો અને વનસ્પતિઓમાં રહેલા હોય છે અને શરીરના કોષોને નુકસાનથી રક્ષણ આપવામાં મદદરૃપ થતાં હોવાનું જણાયું છે.
કિંગ્સ કોલેજ, લંડનના જાહેર સ્વાસ્થ્ય પોષણવિદ્ ડો. કેરી રુક્સટન અને તેમના સાથીઓએ જણાવ્યાનુસાર, રોજની ત્રણ-ચાર કપ ચા પીવાથી હૃદયરોગનું જોખમ ઘટતું હોવાના તેમને સ્પષ્ટ પુરાવા મળ્યા છે. ચા કેન્સર સામે રક્ષણ પૂરું પાડતી હોવાનું પણ અમુક અભ્યાસો સૂચવે છે પરંતુ આ અસર હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી.
ચામાં ફ્લુઅરાઇડ નામનું તત્ત્વ પણ હોય છે જે દાંત માટે લાભકારક છે. ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું સૂચવતા કોઇ જ પુરાવા નથી. જોકે કેટલાક અભ્યાસો સૂચવે છે કે. ચા આહારમાંથી લોહતત્ત્વને શોષવાની શરીરની ક્ષમતાને હાનિ પહોંચાડી શકે છે. તેથી એનિમિયા (પાંડુરોગ)નું જોખમ ધરાવતી વ્યક્તિઓએ ભોજનના સમય દરમિયાન ચા પીવાનું ટાળવું જોઇએ, તેમ ડો. રુક્સટને ઉમેર્યું હતું.



More News From : World

■ ઈટાલી : માલગાડીમાં વિસ્ફોટથી 13 ના મોત

■ યમન એરવેઝનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત : 150ના મોતની શંકા

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: