Thursday, June 25, 2009

Latest Gujarati News-inf. by Ashok Hindocha (M-9426201999)


Shri Ashok Hindocha M-9426201999
એર ઇન્ડિયાને સરકાર ટેકો આપશે પણ બ્લેન્ક ચેક નહીં આપે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

નવી દિલ્હી,તા. ૨૪

વડાપ્રધાન મનમોહન સિંહે આજે ખાતરી આપી હતી કે સરકાર એર ઇન્ડિયાને સંપૂર્ણ ટેકો આપશે પરંતુ બ્લેન્ક ચેક આપવાનો સાફ ઇનકાર કર્યો હતો. સિંહે કહ્યું હતું કે કટોકટીગ્રસ્ત એર ઇન્ડિયાએ ખર્ચમાં કાપ મુકી તથા તેના ટોચના મેનેજમેન્ટને ફરી વ્યવસ્થિત કરી પુનઃ રચનાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવી જોઇએ. નાગરિક ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલ વડાપ્રધાનને મળ્યા હતા અને એર ઇન્ડિયાનો કેસ તેમની સમક્ષ રજૂ કર્યો હતો.પ્રફુલ પટેલ સાથેની વાતચીત દરમિયાન સિંહે આ ખાતરી આપી હતી.

એર ઇન્ડિયા દ્વારા કટોકટીમાંથી બહાર નીકળવા પહેલાથી જ જંગી પેકેજની માગણી કરી છે. પટેલે કહ્યું હતું કે કેબિનેટ સેક્રેટરીના નેતૃત્વમાં સચિવોની સમિતિની બેઠક પહેલા શક્ય તેટલી વહેલી તકે તેની પુન : રચનાની યોજના અંગે વિગત આપવા એર ઇન્ડિયાને સૂચના આપવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું હતું કે સરકાર એર ઇન્ડિયા તરફ ધ્યાન આપશે. તે એક નેશનલ કેરિયર છે અને અમારા માટે ગર્વ સમાન છે. પરંતુ એવી શરત મૂકવામાં આવી છે કે એર ઇન્ડિયા તેની સર્વશ્રેષ્ઠ યોજના રજૂ કરે. બીજી બાજુ પટેલે કહ્યું હતું કે કર્મચારીઓને સમજવું જોઇએ કે હાલ સમસ્યા પ્રવર્તી રહી છે.

ખર્ચમાં કાપ મુકી પુન : રચનાની પ્રક્રિયા તરત હાથ ધરવા સિંહનું સુચન
આ સમસ્યાને સાથે મળીને દૂર કરવા કામ કરવું જોઇએ. પટેલે વધુમાં જણાવ્યું હતું કે એર ઇન્ડિયાને સંસ્થાકીય અને નાણાકીય રીતે પુનઃ રચનાની દિશામાં વધવું જોઇએ. સાથે સાથે કર્મચારીઓની તરફ પણ ધ્યાન આપી નવી યોજના તૈયાર કરવાની જરૂર છે. જ્યાં સુધી કામગીરી અને નાણાકીય સ્થિતિને સુધારવા ગંભીર પગલાં લેવામાં આવશે નહીં ત્યાં સુધી એર લાઇનને ટેકો આપવાની બાબત ખૂબ મુશ્કેલ રહેશે. પ્રધાને કહ્યું હતું કે બેલ આઉટ માટે કોઇ આંકડો આપવામાં આવ્યો નથી. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પાયા વગરના છે.



More News From : National

■ 10માં ધોરણમાં બોર્ડની પરીક્ષા હવેથી નહીં લેવાય !

■ નિંબાલકર હત્યાકાંડ : CBI એ પહ્મસિંહ પાટિલનુ ઘર સીલ કર્યુ

■ પાક. તાલિબાન ભારત માટે ગંભીર ખતરો : એન્ટોની

■ ચિદમ્બરમની મુલાકાત પહેલા માઓવાદીઓએ મોબાઈલ ટાવર ફૂક્યાં

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: