Tuesday, June 9, 2009

International Labour News by Ashok Hindocha (M-9426201999)

યુએઈમાં કામદારો માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવાયાં
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

દુબઈ, તા. ૦૮

સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)ના દેશોમાં કામ કરતા ભારતીય અને અન્ય કામદારોના કામના સ્થળ અને રહેઠાણ આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવા માટે કાયદામાં વ્યાપક સુધારો અમલમાં મૂકવાનો નિર્ણય યુએઈની સરકારે લીધો છે. તેથી અહીં કામ કરતા મોટાભાગના ભારતીય કામદારો સહિત બધાને ભારે લાભ થશે. તેમને રહેવા અને કામ કરવાની જગ્યાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની મળતી થઈ જશે.

સપ્ટેમ્બરથી કામદાર વિભાગ દ્વારા અમલ કરાશે
યુએઈની સરકારી યાદી મુજબ કેબિનેટમાં નિર્ણય નંબર ૧૩ ૨૦૦૯ પસાર કરાયો છે. તે મુજબ 'જનરલ ક્રાઈટેરિયા ફોર ધી વર્કર્સ એકોમોડેશન' નામની જોગવાઈઓ ઘડી કાઢવામાં આવી છે. તેનો અમલ સપ્ટેમ્બર મહિનાથી કરવામાં આવશે. હાલ કાર્યરત કંપનીઓના માલિકોને સુધારાઓ લાગુ કરવા માટે વધુમાં વધુ પાંચ વર્ષની મુદ્દત આપવામાં આવશે. નવા આવાસો નિયમ પ્રમાણેના જ બનાવવા પડશે.

યુએઈનો કામદાર વિભાગ આ કાયદાનો અમલ કરાવશે. તે અમલમાં આવતાં જ દરેક મ્યુનિસિપાલિટી કામદાર રહેઠાણોને મંજૂરી આપતાં અગાઉ તે નવા કાયદા મુજબના હોવાની ખાતરી કરશે. આ સુધારા કર્મચારી સંરક્ષણ યોજના હેઠળ કરવામાં આવ્યા હોવાનું કામદાર વિભાગે જણાવ્યું હતું.


નવા નિયમો કયા?

રહેઠાણ તમામ પ્રદૂષણોથી સલામત અંતરે રાખવા

આરોગ્યની નિયમિત તપાસ અને સારવાર કંપનીના ખર્ચે

કામદારોની સલામતી માટે યુરોપના ધોરણે નિયમોનું પાલન

રહેઠાણ શ્રેષ્ઠ ગુણવત્તાના બનાવવા

પ્રદૂષણ વિનાનું પીવાનું પાણી પૂરું પાડવું

વાપરવા માટે ઠંડું-ગરમ પાણી આપવું

પાણીના નિકાલ માટે વ્યવસ્થિત ગટર યોજના

આવાસો વાતાનુકૂલિત બનાવવા

આવાસમાં હવા પ્રદૂષણ મુક્ત રાખવી



More News From : World

■ હવે વંશીય ટીકા કરનાર ઓસ્ટ્રેલિયન પર વળતો હુમલો

■ પાક.માં વિસ્થાપિતો માટે ત્રણ નવી શિબિરોની જાહેરાત

■ ઓસીમાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો

■ કેનેડામાં પણ ભારતના કાયદાની ડિગ્રી માન્ય
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: