Monday, July 13, 2009

Are you Taking Regularly Medicines? be alert-inf. by Ashok Hindocha (M-9426201999)

a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhzJZG6HnKi5ZkT8YDZHu2Vv_IchHP5dPTG3TgI1pMYw50jJvAa5TSLaUHg76m3vLX3tJyRzE1CblGR9XHypPfGLbXdEuhDf8Ha6Hzu9Xlvj9aJ-wkGMzwNjwU3zMYk19feGcVGhTQp3wZf/s1600-h/a.bachan.jpg">

લક્ષ્મણ રેખા ઓળંગશો તો દવા જ તમને મૃત્યુ તરફ ધકેલી દેશે
www.bsnlnewsbyashokhindocha.blogspot.com


જો એલોપેથી દવાઓ તમને સાજા અર્થાત દર્દમુકત કરી શકે છે. તો આ જ દવાઓ તમને ભયંકર નુકસાન પણ પહોંચાડી શકે છે. આ દવાઓ કયારેક તમારા મન અને શરીર માટે એવી અનિવાર્ય બની જાય છે કે, તમે એક અંતહિન ટ્રેપમાં ફસાઈ જાઓ છે. પછી તો એક તબક્કો એવો આવે છે કે, તમે કોઈક શારીરિક કે માનસિક કારણસર અથવા તો ઘણીવાર કોઈ જ કારણ વગર તમે આવી દવાઓ લેવા માંડો છો અને છેવટે તમે આ દવાઓના બંધાણી બની જાઓ છો.

તમે રખે, એવા ભ્રમમાં રહેતા કે અમુક ખાસ પ્રકારની ડ્રગ્સ જ વ્યસની અથવા બંધાણી બનાવી દે છે. ડોકટરના પ્રિસ્ક્રિપ્શનથી મળતી શિડયુલ દવાઓ પણ ઘણીવાર ડ્રગ જેવી ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે. જેવું કે માઈકલ જેકસનના કિસ્સામાં બહાર આવી રહ્યંુ છે.

માઈકલ જેકસનનો કિસ્સો જેટલો ટ્ેજિક છે એટલો જ સૌની આંખો ખોલનારો છે. વિશ્વ પ્રસિધ્ધિની ટોચ પર પહોંચેલો માઈકલ દવાનો એટલી હદે બંધાણી બની ચુકયો હતો કે જે દર્દશામક દવાઓ તે લેતો હતો એ પેઈન કિલરોએ માઈકલનું પેઈન કિલ કરતાં ખુદ માઈકલને જ કિલ કરી દીધો!

માઈકલના આ અપમૃત્યુ પછી પોલીસને તેના ભવ્ય નિવાસ સ્થાનેથી બે કોથળા ભરીને પેઈન કિલર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

લંડનના ધી સન અખબારે માઈકલની ઓટોપ્સીનો જે વિસ્તૃત રિપોર્ટ પ્રસિધ્ધ કર્યો તેમાં એક અત્યંત ચોંકાવનારી વિગત અપાઈ છે કે આ જગ વિખ્યાત પોપ સ્ટારના થાપા પર બાવડે અને જાંઘો પર ઈન્જેકશનો લીધાના સંખ્યા બંધ નિશાન જોવા મળ્યાં છે. ઘણાં વર્ષોથી માઈકલ નાર્કોટિકસ પેઈન કિલરના રોજ ત્રણ ઈન્જેકશનો લેતો હોવાથી તેના થાપે, જાંઘ અને બાવડે ઈન્જેકસનોના નિશાન પડી ગયા હોવાનો અભિપ્રાય તબીબોએ આપ્યો હતો.

માઈકલ છેલ્લા લગભગ ૨૫ વર્ષથી દવાનો બંધાણી બની ચુકયો હતો, જે તેને ૫૪- ૫૫ વર્ષની વયે મોતના મુખમાં ખેંચી ગયું. દુનિયાના લાખો યુવાન- યુવતીઓને પોપ મ્યુઝિકનું ઘેલું લગાડનાર આ કિંગ ઓફ પોપ સ્ટાર હજી તો ઘણાં વર્ષો સુધી જગત ભરના યુવા હૃદયો પર છવાયેલો રહ્યો હોત પણ દવાઓ લીધે રાખવાની બૂરી આદતે માઈકલની કવેળા એકઝીટ થઈ ગઈ.

કહેવાય છે કે, ૧૯૮૪ની સાલમાં પેપ્સીની એક જાહેરાતના શુટિંગ દરમ્યાન તે અકસ્માતે દાઝી ગયો હતો. તે વખતે તેને પેઈન કિલર- દુઃખ નિવારક- દવાઓ પર રાખવો પડયો હતો. તે પછી ૧૯૯૩માં એના જ એક પ્રોગ્રામના રિહર્સલ વેળા થયેલા અકસ્માત પછી પણ ડોકટરોએ તેને પેઈન કિલર પર રાખ્યો હતો.

એ પછી તો માઈકલને પેઈન કિલર લીધા વિના ચેન જ નહોતું પડતું. ડેમેરોલ, વેલિયમ, ઝેનાસ, એટીવાના, ડાઈપ્રિવાન જેવી અસંખ્ય દવાઓ એ લેતો થઈ ગયો હતો. તબીબો ગંભીર ચેતવણી આપતા કહે છે કે, જે દવાઓ વ્યકિતને શારીરિક દુઃખ, અનિંદ્રા અને ચિંતા, ડિપ્રેશન કે એન્કઝાઈટીમાં રાહત આપે છે. તે દવાઓ તમને બંધાણી પણ બનાવી શકે છે.

મેન્ટલ હેલ્થ એન્ડ બીહેવિયર સાયન્સીસ મેકસ હેલ્થકેરના કન્સલટન્ટ સાયકિએટ્રીસ્ટ ડો. સમીર પરીખ કહે છે કે, શરૃઆતમાં એકાદ બે ટેબ્લેટથી જે દર્દમાં રાહત પહોંચે, તેમાં વખત જતાં એવી સ્થિતિ સર્જાય કે એ જ દર્દમાં રાહત માટે તમારે એકાદ બે ને બદલે ખાસ્સી પાંચ- સાત કે દસ ટેબ્લેટ લેવી પડે. ટૂંકમાં દર્દ એનું એ જ, પણ રાહત મેળવવા તમારે ડોઝ વધારવો પડે.

મેકસહેલ્થકેરનાં પ્રિવેન્ટીવ હેલ્થકેરના વિભાગીય વડા ડો. સુશુમ શર્મા કહે છે કે આ દવાઓ તમને બંધાણી બનાવી દે છે તેમ કહેવાના બદલે ખરેખર એમ કહેવું જોઈએ કે તમે આ દવાઓ પર અવલંબન રાખતા થઈ જાઓ છો. ટેકનિકલી આ સ્થિતિને ડ્રગ ડિપેન્ડન્સી કહે છે. અર્થાત તમે ડ્રગને આધિન બની જાઓ છો.

ડ્રગ પરનું તમારૃ આ અવલંબન કાં તો માનસિક કે પછી શારીરિક હોઈ શકે છે. દવાની સાયકલોજિક ડિપેન્ડન્સીમાં તમારૃ મન કોઈ ચોક્કસ દવા માટે તડપ્યા કરે છે તો ફીઝિકલ ડિપેન્ડન્સીમાં તમારા શરીરને એ દવા વગર ચાલતંુ નથી. એ દવા વગર તમારૃ શરીર કામ કરવાને અશકિતમાન બની જાય છે. દવા ખાધા વગર તમરા તન- મનને ચેન પડતંુ નથી. સિગારેટ કે દારૃ માટે જેમ કેટલાકને તલપ ઉપડે છે તેમ ડ્રગ ડિપેન્ડન્સીમાં વ્યકિતને દવાની તલપ ઉપડે છે. શરૃઆત સાયકોલોજિકલ ડિપેન્ડન્સીથી થાય છે અને છેવટે તે ફીઝિકલ અર્થાત શારીરિક ડિપેન્ડન્સી સુધી પહોંચે છે.

પેઈન કિલર એન્ટી એન્કઝાઈટી ટેબ્લેટ, એન્ટી ડિપ્રેસન્ટસ, મસલ સ્પલેકસન્ટસ દવાઓ આ કેટેગરીમાં આવે છે જે તમને તન મનથી આ દવાઓ પર આધાર રાખતા કરી દે છે. પછી સ્થિતિ એવી સર્જાય છે કે દારૃડીયાને જેમ રોજ દારૃ વગર ના ચાલે તેમ વ્યકિતને આવી દવા વગર ના ચાલે.

માઈકલ જેકસનની છેલ્લે આ સ્થિતિ આવી ગઈ હતી. મોટા ભાગના લોકો દવાની આ પ્રકારની ટ્રેપમાં ફસાઈ જાય છે. ડ્રગ્સના આ પ્રકારના અવલંબનનું તેમને ભાન થાય એ પહેલાં જ તેઓ દવાને આધિન થઈ ગયા હોય છે. તેમને ખ્યાલ જ નથી આવતો કે કયારે અને કઈ રીતે આવુ થઈ ગયું

સામાન્ય સંજોગોમાં જે રોગ પ્રતિકારક કે દર્દશામક કામગીરી કુદરતી રીતે જ તમારા શરીર કે મન દ્વારા ક્રમશઃ પરિપૂર્ણ થઈ હોત, તે કામગીરી માટે પણ હવે તમારૃ શરીર કે મન દવાની માંગણી કરતા થઈ જાય છે. ખતરો અહીંથી શરૃ થાય છે. મન અને શરીરનું દવા પરનું આવું અવલંબન ખતરનાક હદે વધે છે. ડોઝ વધતા જાય છે, દવાની અસર ઘટતી જાય છે. તમારૃ શરીર અને મન આ દવાઓ માટે તડપવા માંડે છે.

ખાનગી કંપનીમાં ફરજ બજાવતા એક યુવાન મીકેનિકલ એન્જીનિયરે પોતાનો દર્દનાક અનુભવ વર્ણવતા કહ્યંુ કે મને સામાન્ય શરદી- ઉધરસ થતાં ડોકટરે કોરેકસ નામનું કફ શીરપ લખી આપ્યું. ત્રણેક દિવસમાં શરદી તો મટી ગઈ પણ પછી રોજ આ કફ શીરપ પીવાની મને આદત પડી ગઈ. સ્થિતિ એ હદે વણસી કે કફ શીરપ ના લઉં તો છાતીમાં મૂંઝારો થવા માંડે. આ ટેવમાંથી છૂટતા મને વરસો લાગ્યા. મારી પત્ની અને પરિવારજનોની હૂંફ તેમજ સતત કાઉન્સીલિંગ ના મળ્યું હોત તો કદાચ આજે પણ મને આ શીરપ પીધા વગર ચેન ના પડતંુ હોત.

આ એન્જીનિયર તો નશીબદાર છે કે કોઈપણ જાતની આડ અસર વગર તે કફ શીરપના બંધાણીથી મુકિત મેળવી શકયો. પણ બીજા ઘણાં આટલા નશીબદાર નથી હોતા. તેમને તો ડી. એડિકશન સેન્ટરમાં દાખલ થઈ ડોકટરની સલાહ સૂચન પ્રમાણે દવા લીધા પછી જ ટેવમાંથી છૂટકારો પ્રાપ્ત થાય છે.

સામાન્ય રીતે ફીઝિશ્યને લખી આપેલા પ્રિસ્ક્રિપ્શનથી આવી સ્થિતિ નથી સર્જાતી. એમ કહીને ડો. સમીર પરીખ ઉમેરે છે કે, ખૂબ દર્દ કે બીજા આવા કિસ્સામાં વ્યકિતને કોઈ દવાથી તત્કાળ રાહત મળી જાય ત્યારે એ વ્યકિત ફરી આવંુ દર્દ ના થાય એની ફિકરમાં ડોકટરને પૂછયા વગર દવા ચાલુ જ રાખે ત્યારે વિકટ પરિસ્થિતિનું સર્જન થાય છે.

નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના સિનિયર કન્સલટન્ટ (મેડિસીન) ડો. એસ. કે. જૈને લોકોને ચેતવણી આપતા કહ્યું કે કવોલિફાઈડ ડોકટરની સલાહ વગર કોઈપણ પ્રકારની દવા લેવી નહીં. ઓળખીતા પારખીતા કે કેમિસ્ટની સલાહથી લીધેલી દવા ઘણીવાર ખૂબ અકસીર લાગે છે પણ આવી દર્દ નિવારક દવામાં જો અફીણની માત્રા હોય તો એવી દવા તમને ચોક્કસ તેના એડિકટ બતાવી દેશે.

કેટલીક દવાઓ તમારા મગજમાં અમુક ચોક્કસ પ્રકારના બાયોકેમિકલ્સ પેદા કરે છે. જેના કારણે તમને એકદમ હળવાફુલની અનુભૂતિ થાય છે. તમને પરિપૂર્ણ શાંતિનો કે રાહતનો અહેસાસ કરાવે છે. આથી થાય છે એવું કે વારંવાર આવી માનસિક રાહતની કે પરિપૂર્ણ માનસિક શાંતિનો અહેસાસ કરવા માટે તમને અવાર નવાર આ દવા ખાવાની તલપ લાગે છે.

માઈકલ જેકસનના અપમૃત્યુ બાદ ગયા અઠવાડીયે જ અમેરિકાની ફેડરલ એડવાઈઝરી પેનલે પરકોસેટ અને વિકોડિન નામની પેઈન કિલર દવાની લીવર પર વિપરીત અસર થતી હોવાથી તેના પર પ્રતિબંધ મુકવાની ભલામણ કરી છે.

કેટલીક વખત કોઈ સરકારી ઓફિસર કે ખાનગી કંપનીના એકઝીકયુટીવ કામના ભારણના લીધે અથવા તો ટાર્ગેટ હાંસલ કરવાના ટેન્શનના કારણે ભારે સ્ટ્રેસ અનુભવે છે અથવા તો આવા અધિકારીના માથે કામના બેહદ ભારણથી તેઓ અનિંદ્રાના રોગથી પીડાય છે.

આવા સંજોગોમાં તેઓ ડોકટર પાસે જાય ત્યારે ડોકટર તેમને સ્લીપીંગ પીલ્સ કે ટ્રાન્કવીલાઈઝરની ગોળી લખી આપે છે.

આ પ્રકારની ગોળીથી એકઝીકયુટીવને રાહત થઈ જાય છે. પરંતુ પછી બને છે એવું કે બીજી વખત જયારે તેઓ અનિંદ્રા કે સ્ટ્રેસ અનુભવે ત્યારે ડોકટરને કન્સલ્ટ કર્યા વગર પેલી ગોળીઓ લેવા માંડે છે અને આવું બે- ત્રણ વાર બને પછી જરા જેટલું ટેન્શન થાય કે એમનું મન પેલી ગોળી માટે તડપે છે. કારણ કે ટેન્શન વખતે સ્વસ્થતા અપાવવાની કે મક્કમ મનોબળ કેળવવાની નૈર્સિગક ક્ષમતા મરી પરવારી હોય છે. ટેન્શનનો સ્ટ્રોન્ગ વીલ પાવરથી સામનો કરવાની કુદરતી તાકાત જે વિકસાવવી જોઈએ તે વિકસાવવાના બદલે સ્ટ્રેસ નિવારતી ગોળીઓ ખાઈ લેવાનો એકદમ સરળ ઉપાય છેવટે અધિકારીને દવાના બંધાણી બનાવી દે છે. દવાની ગોળી લઈ લેવાના ઉપાયથી શરૃઆતમાં તો તત્કાળ માનસિક શાંતિ મળી જાય છે પણ પછી આ પ્રકારની શાંતિ મેળવવા દવાનો ડોઝ વધારતા જવુ પડે છે. જે સરવાળે શરીરને માટે નુકસાનકારક સાબિત થાય છે.

ેપ્રોપોફોલ એનેસ્થિશિયામા વપરાતી દવા છે.જેને શોધાયાને લગભગ ૨૦-૨૫ વર્ષ થયા છે.આ દવા શીશી સુંઘાડનારા ડોક્ટર / એનેસ્થેશિયોલોજસ્ટ દ્વારા આપવામા આવે છે.અને તેમના પ્રિસ્ક્રિપ્સન વગર આ દવા મેળવી શકાય નહી.માઇકલ જેક્સનના મૃત્યુ માટે આ દવા કારણભુત મનાય છે.માઇકલના મૃત્યુ વખતે ડોક્ટરોને પ્રોપોફોલ નામના ઇન્જેકસનનો બલ્બ તેમની પથારી પાસે જોવા મળ્યો છે.

ડો.તુષાર ચોક્સી (વડોદરાના એનેસ્થેશિયોલોજીસ્ટ)ના કહેવા મુજબ આ દવા એનેસ્થેશિયા (બેભાન) કરવા માટેની દવા છે અને દુધ જેવી પ્રવાહી સ્થિતિમા ઇન્જેકશન રૃપે મળે છે.આ દવા નો ફક્ત શીશી ચઢાવનાર તબીબો જ ઉપયોગ કરી શકે છે અને આ દવા શોધાયા પછી તબીબી જગતમાં ઘણીબધી શસ્ત્રક્રિયાઓ સરળતાથી કરી શકાય છે. માઇકલ જેક્સન આ દવા પેઇન રિલિફ માટે નિયમિત લેતો હતો તેવુ ચર્ચાય છે.

આ દવાની હૃદય અને ફેંફસા પર સીધી અસર થાય છે અને વધારે માત્રામા લેવાથી હૃદય-ફેંફસા બંધ પડી શકે છે.એટલા માટે લાયકાત અને ડિગ્રીધારી એનેસ્થેશિયોલોજીસ્ટ દ્વારા આ દવા ફક્ત હોસ્પીટલ અને તે પણ ઓપરેશન થિયેટરમાં જ આપી શકાય.



More News From : Baroda City

■ ૧કરોડના કૌભાંડથી ખળભળાટ

■ વડોદરામાં મેઘરાજાનો વિરામ બોડકામાં વીજળી પડતાં ૧નું મોત

■ પત્નીના જીવને પતિએ લોટામાં બાંધી દીધો

■ છાણી વિસ્તારમાં રોગચાળો ઝાડા ઊલ્ટીથી ૨૦ને અસર

More News
www.bsnlnewsbyashokhindocha.blogspot.com




No comments: