Wednesday, July 8, 2009


એર ઈન્ડિયામાં ૧ માસમાં મેનેજમેન્ટ બદલાશે
www,bsnlnewsbyashokhindocha.blogspot.com

નવી દિલ્હી, તા. ૭
સરકારે હાલ મુશ્કેલીમાં મુકાયેલી રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાના ટોચના મેનેજમેન્ટમાંં મોટાપાયે ફેરફારો કરવાની મંગળવારે જાહેરાત કરી હતી. આ માટે સરકાર પ્રામાણિક અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા સાત સ્વતંત્ર ડિરેક્ટર્સને એર ઈન્ડિયાના બોર્ડમાં નિયુક્ત કરશે. આગામી ૩૦ જ દિવસમાં એર ઈન્ડિયાના બોર્ડમાં અને ટોચના મેનેજમેન્ટમાં મોટાપાયે ફેરફારો જોવા મળશે.
એર ઈન્ડિયામાં ચીફ ઓપરેટિંગ ઓફિસર(સીઓઓ)ની નિયુક્તિ પણ કરવામાં આવશે, જે વર્તમાન ચીફ મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ જાદવને મદદર કરશે. બીજી તરફ કંપનીએ તેના ૩૦,૦૦૦ કર્મચારીઓને મોટી રાહત આપતા જાહેરાત કરી હતી કે તેના કોન્ટ્રેક્ટ પર રહેલા સ્ટાફને ૧૦ જુલાઈ સુધીમાં અને બાકીના સ્ટાફને ૧૪ જુલાઈ સુધીમાં પગાર મળી જશે.

•-સાત સ્વતંત્ર ડિરેક્ટર્સને બોર્ડમાં નિયુક્ત કરાશે, કર્મચારીઓને ૧૪મી સુધીમાં પગાર મળશે•બોર્ડમાં સામ પિત્રોડા, નારાયણર્મૂિત, રામદોરાઈ વગેરેના ચર્ચાઈ રહેલા નામ :આંશિક ડીસઈન્વેસ્ટમેન્ટ કરાશે
એર ઈન્ડિયા ભારે આર્થિક સંકટમાં મૂકાઈ ગઈ છે અને ગત નાણાકીય વર્ષમાં તેણે અંદાજે રૃ. ૫૦૦૦ કરોડની ખોટ દર્શાવી હતી, જેને કારણે પ્રફુલ્લ પટેલે વડાપ્રધાનનો સંપર્ક કરીને એરલાઈન માટે તાત્કાલિક રૃ. ૧૦,૦૦૦ કરોડનું બેઈલ આઉટ પેકેજ માગ્યું હતું. આ ઉપરાંત તેમણે એર ઈન્ડિયાની પુનર્રચનાની સાથે જ નજીકના ભવિષ્યમાં કંપનીનો ઈક્વિટી હિસ્સો વેચીને ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના હોવાનું પણ તેમણે કહ્યું હતું.
પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે આગામી ૩૦ જ દિવસમાં એર ઈન્ડિયાના ટોચના મેનેજમેન્ટમાં ધરમૂળથી ફેરફાર જોવા મળશે. તેના બોર્ડમાં પણ મોટા પાયે ફેરફારો જોવા મળશે. પ્રામાણિક અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા અને એરલાઈન્સ બિઝનેસના અનુભવી લોકોને એર ઈન્ડિયાના બોર્ડમાં નિયુક્ત કરવામાં આવશે. જે કેટલાક લોકોના આ માટે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાં નેશનલ નોલેજ કમિશનના ચેરમેન સામ પિત્રોડા, ઈન્ફોસીસના સલાહકાર અને ચેરમેન એન.આર. નારાયણર્મૂિત અને ટીસીએસના ચીફ મેનેજિંગ ડિરેક્ટર એસ. રામદોરાઈનો સમાવેશ છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે જે સાત સ્વતંત્ર નિર્દેશકોને બોર્ડમાં નિયુક્ત કરવામાં આવનાર છે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીમાં માનવ સંસાધન અંગે ફેરવિચારણા કરવાની જરૃર છે, તેમ છતાં છટણીની હાલ શક્યતા નથી. પ્રફુલ્લપટેલે પણ કહ્યું હતું કે સરકારે કર્મચારીઓની છટણી નહીં કરે. ખાનગી ક્ષેત્રમાં તે શક્ય છે, જાહેર ક્ષેત્રમાં નહીં. સરકારની તેના કર્મચારીઓ પ્રત્યે કેટલીક જવાબદારી છે, જેને તે વળગી રહેશે.
એર ઈન્ડિયાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ જાદવે ગત શુક્રવારે કર્મચારીઓને કહ્યું હતું કે, જો તેઓ હડતાળ પાડશે તો તેમણે ગંભીર પગલાં માટે તૈયાર રહેવું પડશે. જાદવે કહ્યું હતું કે એરલાઈનની જે નાજુક સ્થિતિ છે તેને ધ્યાનમાં લેતા તમામ લોકોએ આકરા નિર્ણયો માટે તૈયાર રહેવું જોઈએ. કટોકટીમાંથી બહાર આવવા માટે આ આકરા નિર્ણયો ટૂંક સમયમાં જ લેવાશે.



More News From : National

■ ભારે વરસાદથી મુંબઈમાં જનજીવન પ્રભાવિત

■ પાકિસ્તાનની જેલોમાં સૌથી વધારે ભારતીય કેદીઓ

■ 2010 સુધીમાં ગુજરાત સહીત 9 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્માર્ટ કાર્ડ અપાશે

■ બાબા રામદેવ સમલૈંગિક સંબંધોના નિર્ણયને સુપ્રીમમાં પડકારશે

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: