Monday, July 6, 2009

સ્મૃતિ ઈરાની રાજ્યસભાની પેટા ચૂંટણી માટે રેસમાં
www.bsnlnewsbyashokhindocha.blogspot.com

ભોપાલ, તા.૫
મધ્યપ્રદેશની રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે, જે માટે જાણીતા ટીવી સ્ટાર અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની સહિતના ૧૦ નેતાઓ લોબિઈંગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્મૃતિ ઈરાની ઉપરાંત મધ્યપ્રદેશના મંત્રી જયંત મલૈયાના પત્ની સુધા મલૈયા પણ આ રેસમાં છે. રાજ્યસભાની આ બન્ને બેઠકો પર અગાઉ ચૂંટાયેલા સભ્યો તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વિજયી બન્યા હોવાથી આ બન્ને બેઠકોની પેટા ચૂંટણી અનિવાર્ય બની છે.

•મધ્યપ્રદેશમાંથી સુષ્મા અને નરેન્દ્રસિંહ લોકસભામાં ગયાં હોવાથી પેટા ચૂંટણી જરૃરી બની છેભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ વિદિશા લોકસભા બેઠક પરથી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યાં છે, જ્યારે મધ્યપ્રદેશ ભાજપના પ્રમુખ નરેન્દ્રસિંહ તોમર મોરેના લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે. આ બન્ને રાજ્યસભાના સાંસદ હતા. હવે તે બન્ને લોકસભામાં ગયા હોવાથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે.
સ્મૃતિ ઈરાની અને સુધા મલૈયા જેવા મહિલા નેતાઓ ઉપરાંત આ બે બેઠકો માટે કેપ્ટન સિંહ સોલંકી અને ક્રિશ્ન મુરારી મોઘે જેવા નેતા પણ રેસમાં છે. આ બન્ને નેતા મધ્યપ્રદેશમાં પક્ષના સંગઠન મંત્રી રહી ચૂક્યા છે. આ ઉપરાંત કૈલાસ સારંગ પણ ટિકિટના દાવેદાર છે. તેઓ અગાઉ થોડા સમય માટે રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશ ભાજપના બે ઉપાધ્યક્ષ વિજેન્દ્રસિંહ સિસોદિયા અને અનિલ દવે પણ રાજ્યસભામાં પ્રવેશવા થનગની રહ્યા છે. પ્રહલાદ પટેલ ઉમા ભારતીના પક્ષમાં ગયા બાદ પરત આવી જતાં તેઓ પણ રેસમાં છે. થાવરચંદ ગેહલોત તેમની કારકિર્દીમાં સૌપ્રથમ વાર લોકસભા ચૂંટણીમાં હારી ગયા છે જેમને પણ રાજ્યસભામાં જવું છે. ગ્વાલિયરના રવિનંદનસિંહે તાજેતરમાં મધ્યપ્રદેશના એટર્ની જનરલ તરીકે રાજીનામું આપ્યું છે, જેમની નજર પણ રાજ્યસભા તરફ છે.



More News From : National

■ અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. 10 લાખ કરોડથી વધુનું બજેટ : વાર્ષિક 1.2 કરોડ લોકોને રોજગારી

■ મહિલાઓના સ્વનિર્ભર જૂથો માટે ૫૦૦ કરોડ રૂપિયાની સહાય

■ કુદરતી ગેસ પર ટેક્ષ હોલીડેની ફરીથી જાહેરાત, પણ નવા ઓક્શનમાં ભાગ લેનારને જ લાભ

■ માળખાને સરળ બનાવવા ડાયરેક્ટ ટેક્સિઝ કોડ ૪૫ દિવસમાં

www.bsnlnewsbyashokhindocha.blogspot.com

No comments: